ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પૂર્ણ થયેલી ધો. ૧૦ અને ધો. ૧રની વિવિધ પરીક્ષાઓના પ્રશ્નપત્રનું મૂલ્યાંકન હવે પૂર્ણતાના આરે છે. ધો. ૧૦ અને ધો. ૧રમાં અંદાજે ૬૮ હજાર શિક્ષકો દ્વારા મૂલ્યાંકન કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉત્તરવહી મૂલ્યાંકન માટે રાજ્યમાં ૩૬૩ કેન્દ્ર નક્કી કરવામાં આવ્યાં છે. ધો. ૧ર સામાન્ય પ્રવાહ માટે પણ રાજ્યમાં ૧૪૪ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર નક્કી કરવામાં આવ્યાં છે. આ મૂલ્યાંકન કેન્દ્ર પર ૩૦ હજાર શિક્ષકો દ્વારા ધો. ૧ર સામાન્ય પ્રવાહની ઉત્તરવહીનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. આમ, સમગ્ર રાજ્યમાં ધો. ૧૦ અને ૧રનાં મળી કુલ ૩૬૩ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર મૂલ્યાંકનની કામગીરી ચાલી રહી છે.