રાજ્યમાં પડશે કાળજાળ ગરમી- અમદાવાદમાંં યેલો એલર્ટ

0
155

રાજ્યમાં ફરી કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. આ સાથે રાજ્યમાં ગરમીમાં પણ વધારો થયો છે. આ તરફ હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદી માહોલ સર્જાશે. આ તરફ આવતીકાલથી 2 દિવસ અમદાવાદમાં હિટવેવની આગાહી કરાઇ છે. જેને લઈ 15 અને 16 એપ્રિલે શહેરનું તાપમાન 41ને પાર પહોંચી નોંધાઈ શકે છે. હવામાન વિભાગે હવે રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. જેમાં ડાંગ, નવસારી, વલસાડ, સુરત, સાબરકાંઠા, બનાસકાંઠા, મહીસાગર, અરવલ્લીમાં વરસાદી માવઠાની આગાહી કરાઇ છે. આ સાથે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દ્વારકા, કચ્છમાં વરસાદની શક્યતા છે.