મહેસાણા જિલ્લામાં ચોરીની ઘટનાઓથી લોકો તેમજ ઘણા લાંબા સમયથી પોલીસ પણ પરેશાન હતી. ત્યારે તસ્કર ટોળકી ને શોધી રહેલી મહેસાણા ક્રાઈમ બ્રાન્ચને આખરે સફળતા મળી છે.જેમાં દિવસે ભૂંડ પકડતી અને રાત્રે ચોરીને અંજામ આપતી ચીખલીગર ગેંગ ચોરી કરતી હોવાનો ઘટસ્ફોટ થયો છે.દિવસે રીક્ષા લઈ ને ભૂંડ પકડતા પકડતા ચોરી કરવાના સ્થળોની રેકી કરી ચીખલીગર ગેંગ રાત્રે ગામડામાં દૂધ મંડળીની ડેરીઓને નિશાન બનાવતી હતી… ડેરીઓમાં ચોરી કરવામાં સફળતા ના મળતા ત્યાં આસપાસ પડેલી રીક્ષા અને બાઇકની ટોળકીએ ચોરી કરી હતી..ચોરી કરવાના ઇરાદે નીકળેલી ચીખલીગર ગેંગના બે સાગરીતોનેમ મહેસાણા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયા છે. રીક્ષા અને બાઇક જેવા ચોરી વાહનો સાથે રૂપિયા 2.90 લાખ નો મુદ્દામાલ કબજે કર્યો છે.તો ટોળકીના અન્ય બે સાગરીત ફરાર થઈ ગયા હતા