HomeUncategorizedબરોડા ડેરીના ચેરમેન અને  વાઈસ ચેરમેનની  નિમણૂંક

બરોડા ડેરીના ચેરમેન અને  વાઈસ ચેરમેનની  નિમણૂંક

વડોદરા જિલ્લામાં આવેલી બરોડા ડેરીમાં  પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. બરોડા ડેરીના ચેરમેન સતીષ પટેલ બન્યા છે. તો વાઇસ ચેરમેન પદે ક્રિપાલસિંહની વરણી થઇ છે. સતીષ પટેલ વડોદરા ભાજપના અધ્યક્ષ છે. કલેક્ટરની અધ્યક્ષતામાં બરોડા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. બરોડા ડેરીમાં પ્રમુખ દિનુ પટેલ અને ઉપપ્રમુખ જી.બી સોલંકીના રાજીનામા આપ્યા બાદ આ પદ ખાલી પડ્યા હતા. સાવલીના ધારાસભ્યના આંદોલન બાદ આ બંનેએ રાજીનામા આપ્યા હતા. અઢી વર્ષ પૂરા થાય તે પહેલા પ્રમુખ, ઉપપ્રમુખે રાજીનામા આપી દીધા હતા. જે પછી ખાલી પદ માટે ચૂંટણી યોજાઇ હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments