સુરતમાં હાલ વિવિધ પ્રકારના મસાલાનો વેચાણ પુર જોશમાં ચાલી રહ્યું છે. સુરત શહેરમાં અનેક જગ્યાએ સ્ટોલ ઊભા કરીને પણ મસાલાનું વેચાણ કરવામાં આવે છે. આવામાં કોઈ વેપારી મસાલામાં ભેળસેળ કરે તો લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો થાય કેમ છે. જેના કારણે મહાનગરપાલિકાએ લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખી આજે દરોડાની કામગીરી શરૂ કરી છે.સુરત મહાનગરપાલિકાના ફુડ વિભાગે પાંચ થી છ ઝોનમાં સ્ટોલમાં મસાલાનો વેચાણ કરતા વેપારીઓને ત્યાંથી સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરી છે. મસાલામાં કોઈ કોઈ ક્ષતિ જોવા મળે તો વેચાણ કરનાર સામે દંડ સહિતની કાર્યવાહી કરવામાં આવશે.