કોંગ્રેસેની ઓબીસી સમાજને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં અનામત આપવા રજૂઆત

0
321

ગુજરાત વિધાનસભાનું કોંગ્રેસનું ડેલીગેશન રાજ્યપાલ અચાર્ય દેવવ્રતને મળ્યું હતું.અને ગુજરાતમાં ઓબીસી સમાજને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં અનામત આપવા  અને તાત્કાલિક ચૂંટણી  યોજવા અંગે કોંગ્રેસે રજૂઆત કરી હતી.ઓબીસી સમાજના સર્વે માટે બનાવાયેલા સમર્પિત આયોગના અહેવાલ અંગે પણ રાજ્યપાલને કોંગ્રેસે રજૂઆત કરી હતી .કોંગ્રેસે આ અંગે રાજ્ય સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે  52 ટકા જેટલી ઓબીસી ની વસ્તી હોવા છતાં ભાજપ સરકાર છેલ્લા 27 વર્ષથી ઓબીસી વિભાગ માટે માત્ર એક ટકા બજેટ ફાળવે છે .કોંગ્રેસે સમર્પિત આયોગનો અહેવાલ તાત્કાલિક જાહેર કરવા અપીલ કરી હતી.રાજ્યમાં 7000થી વધુ ગ્રામ પંચાયતો 75 નગરપાલિકાઓ 18 તાલુકા પંચાયત તો ની મુદત પૂર્ણ થઈ હોવા છતાં ચૂંટણી થઈ શકી નહિ હોવાની રજૂઆત કોંગ્રેસે કરી હતી