રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાયો, ભરૂચ જિલ્લામાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો

    0
    402

    રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાયો છે.જેના કારણે લોકોને પણ ગરમીમાં પરસેવે રેબઝેબ થાનો વારો આવ્યાં છે. એપ્રિલ માસમાં ગરમીનો પ્રકોપ લોકોને સતાવી રહ્યો છે, ચાલુ માસ દરમ્યાન ઉનાળો બરાબરનો જામ્યોમંગળવારના દિવસે પણ ઉનાળો આકરો સાબિત થયો હતો. જ્યાં સવારે 10 વાગ્યા સુધી ગરમીનો પારો 34 ડિગ્રીને આંબી ગયો હતો.અમદાવાદ સહિતના જિલ્લાઓમાં લોકોને આકરી ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે.બીજી તરફ અમદાવાદ સિહતના જિલ્લાઓમાં ગરમીનો પારો 38 ડિગ્રીને પાર પહોંચ્યો હતો.ગરમીના કારણે ભરૂચ અંકલેશ્વરના માર્ગો પર બપોર પડતા જ લોકોની અવરજવર ઓછી જોવા મળી રહી છે. તો બીજી તરફ ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યાં છે .ભરૂચ જિલ્લામાં પણ ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો છે