પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની સુરક્ષા વ્યવસ્થાની પોલ ત્યારે ખુલી ગઈ જ્યારે અન્ય દેશનો એક વ્યક્તિ તેમના સત્તાવાર નિવાસસ્થાનમાં ઘૂસી ગયો હતો. જોકે, તેની જાણ થતાં જ સુરક્ષા દળોએ તેને પકડી લીધો અને ઈસ્લામાબાદ પોલીસના આતંકવાદ વિરોધી વિભાગ ને સોંપી દીધો. તેને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યો હતો. પીએમ શાહબાઝના નિવાસસ્થાન પર તહેનાત સુરક્ષાકર્મીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આ શંકાસ્પદ વ્યક્તિ ક્યાંથી પ્રવેશ્યો હતો. અધિકારીઓએ ખુલાસો કર્યો કે શંકાસ્પદ વ્યક્તિ અફઘાનિસ્તાનનો રહેવાસી હોવાનો દાવો કરે છે. હાલમાં સીટીડી, પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ શંકાસ્પદની પૂછપરછ કરી રહી છે. સુરક્ષા એજન્સીઓ સીસીટીવી ફૂટેજ પણ સ્કેન કરી રહી છે. પાકિસ્તાની પત્રકારે આ શંકાસ્પદ વ્યક્તિનો ફોટો અને સીસીટીવી ફૂટેજ શેર કર્યા હતા.