માફિયા અતિક અહેમદને ૨૦૦ બેરેકમાં ટ્રાન્સફર કરાયો

0
299

હવે લોકઅપની બહાર અતિકને કાઢવામાં નહીં આવે

ઉમેશ પાલ હત્યા કાંડમાં માફિયા અતિક અહેમદને આજીવન કેદની સજા થતા સાબરમતી સેન્ટ્રલ જેલના અંડા સેલમાં રાખવામાં આવ્યો હતો. હવે તેને ૨૦૦ બેરેકમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે, જ્યાં વર્ષ 2008માં અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટના આતંકીઓ રહે છે. પાકા કામના કેદી તરીકે તેણે આતંકવાદીઓ સાથે રહેવાનો વારો આવ્યો છે. અતિકને જેલના સૌથી હાઇ સિક્યો‌રિટી ઝોનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેને લોકઅપની બહાર કાઢવામાં આવશે નહીં. લોકઅપની અંદર બાથરૂમની સુવિધા છે. બેરેક ફરતે સિક્યો‌રિટી ગાર્ડ ગોઠવી દેવામાં આવ્યા છે. આ સિવાય 24 કલાક CCTV કેમેરાથી પર વોચ રાખવામાં આવશે. અતિકને તડકો પણ નસીબ નહીં થાય તેવું જેલ સત્તાધીશો કહી રહ્યા છે.