કેન્સર અને હ્રદયરોગીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. નિષ્ણાતોની માનીએ તો આ દાયકાના અંત સુધી આ બીમારીઓથી મુક્તિ મેળવવા માટે વેક્સિન બની જશે. તેમનું કહેવું છે કે કેન્સર સહિત અનેક રોગો માટે નવી વેક્સિન આવતા લાખો લોકોના જીવ બચાવી શકાશે. એક અહેવાલ અનુસાર તમામ શરતો પૂરી કરી 2030 સુધી વેક્સિન તૈયાર કરી લેવાશે. દવા કંપની મોડર્નાના મુખ્ય મેડિકલ ઓફિસર પોલ બર્ટને કહ્યું કે તેમનું માનવું છે કે ફર્મ તમામ પ્રકારના રોગ ક્ષેત્રો માટે ઓછામાં ઓછા પાંચ વર્ષમાં આ પ્રકારની સારવારની ઓફર કરવામાં સક્ષમ હશે. અહેવાલ અનુસાર કોરોના વાઈરસને માત આપવા માટે વેક્સિન બનાવતી કંપનીએ દાવો કર્યો કે તે જુદા જુદા પ્રકારના ટ્યુમરને લક્ષિત કરનારા કેન્સરની વેક્સિનને જલદી જ વિકસિત કરી લેશે.