તેલ અવીવમાં શુક્રવારે મોડી રાત્રે આતંકવાદી હુમલો થયો હતો. ઈઝરાયેલમાં થયેલ આ હુમલામાં એક ઈટાલિયન નાગરિકનું મોત થયું હતું .પુરપાટ ઝડપથી આવતી કારે અનેક લોકોને કચડી નાખ્યા હતા.જ્યારે 7 લોકો ઘાયલ થયા હતા.ઈઝરાયેલમાં 12 કલાકમાં ફાયરિંગની આ બીજી ઘટના બની છે. શુક્રવારે બપોરે વેસ્ટ બેંકમાં પણ ગોળીબાર થયો હતો. જેમાં બે બ્રિટિશ મહિલાઓના મોત થયા હતા. સામે આવેલ વીડિયોમાં જોઈ શકાય છે કે, પૂરપાટ ઝડપે આવતી કાર રસ્તાના કિનારે ચાલતા અનેક લોકોને કચડીને પસાર થઈ હતી. થોડે દૂર ગયા બાદ કાર પલટી મારી ગઈ હતી. આ દરમિયાન ફાયરિંગનો અવાજ પણ સંભળાયો હતો.