વડોદરાના છાણી અને કરોડીયામાં કેળાનું વેચાણ ૨૦ ટકા ઘટ્યું

0
157

જમીનનું વેચાણ અને પનામા વાયરસના કારણે કેળાનું ઉત્પાદન ઘટ્યું

વડોદરા જિલ્લામાં 4 મહિનામાં જ 6000 ટન કેળાનું ઉત્પાદન ઘટ્યું

વડોદરાના છાણી અને કરોડીયામાં કેળાનું વેચાણ ઘટી રહ્યું છે. છેલ્લા 10 વર્ષમાં પનામા વાયરસ અને કેમિકલયુક્ત પાણીના કારણે અહીં કેળાની ખેતીમાં નુકસાન થઇ રહ્યું છે. આ ઉપરાંત, જમીનનું વેચાણ થઈ જતા કેળાનું ઉત્પાદન ઘટી રહ્યું છે અને સાથે જ ભાવ વધી જતાં ગ્રાહકો પણ પરેશાન થઈ રહ્યા છે. અહીં અંદાજે 3,60,000 ચોરસ મીટર જમીન રિયલ એસ્ટેટમાં વેચાઈ ગઈ છે, જયારે પનામા વાયરસના લીધે કેળાના પાન ખવાઈ જાય છે, જેથી 20 ટકા પાકને નુકસાન થાય છે. અગાઉ છાણી અને કરો કરોડીયામાં 400 વીઘા જમીનમાં 3 હજાર ટન જેટલા કેળાનો પાક થતો હતો, પરંતુ હવે માત્ર 50 વીઘા જમીનમાં 180 ટન જ ખેતી થાય છે. વડોદરા જિલ્લામાં છેલ્લા 4 મહિનામાં જ 6000 ટન કેળાનું ઉત્પાદન ઘટ્યું છે.