પુતિનને હત્યાનો કેમ સતાવી રહ્યો છે ડર

0
119

યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા એક વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન તેમની હત્યા થઈ શકે છે તેવા અહેવાલોથી ચિંતિત છે. એક રિપોર્ટ અનુસાર તે પોતાનો જીવ બચાવવા માટે ગુપ્ત ટ્રેન અને ગુપ્ત માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે. રશિયાની ફેડરલ સિક્યુરિટી સર્વિસ (FSO)ના ભૂતપૂર્વ કેપ્ટન ગ્લેબ કારાકુલોવે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનની સુરક્ષા માટે લેવામાં આવેલા તમામ પગલાં વિશે માહિતી આપી છે.એક અહેવાલ મુજબ, કારાકુલોવે ગુપ્ત ટ્રેન નેટવર્ક વિશે જણાવ્યું હતું. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનની અલગ અલગ શહેરોમાં એકસમાન ઓફિસ છે. તેઓ તેમના ઠેકાણા છુપાવવા માટે ગુપ્ત ટ્રેન નેટવર્કનો ઉપયોગ કરી રહ્યા છે. ગ્લેબ કારાકુલોવે રાજકીય માહિતી સંસ્થા ડોઝિયર સેન્ટર સાથેની મુલાકાતમાં પુટિન સાથે જોડાયેલી માહિતી આપી હતી.