આવક વેરાના કેસમાં સંબધીઓની તપાસ વ્યાજબી- સુપ્રિમ કોર્ટ

0
36

સુપ્રીમકોર્ટે આવકવેરા તપાસ અંગે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતા આરોપી ઉપરાંત તેના સંબંધીઓ અને મિત્રોની તપાસ કરવાની આઈટી જોગવાઈ અને સુધારાને યોગ્ય ઠેરવ્યા છે. કલમ 153સીની જોગવાઈ નાણા કાયદા, 2015ના માધ્યમથી આવકવેરાના કાયદા,1961માં ઉમેરાઈ હતી જેને 1 જૂન 2016થી લાગુ કરવાની હતી. કોર્ટે તેના ચુકાદામાં કહ્યું કે આ કાયદો ગત તારીખથી લાગુ થશે.  આવકવેરા કાયદાની કલમ 153સી કહે છે કે મહેસૂલ વિભાગ આરોપી વ્યક્તિ ઉપરાંત અન્ય લોકોની તપાસ પણ કરી શકે છે જો સર્ચમાં તેમની સાથે સંકળાયેલા પુરાવા મળે તો. આ કલમમાં શરૂઆતમાં સંબંધ અને સંબંધ રાખતા શબ્દનો પ્રયોગ કરાયા હતા.