આધાર-પાન લિંક અંગે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની ચેતવણી

0
180

વર્તમાન સમયમાં કાર્ય પૂર્ણ નહીં કરો તો હજુ દંડ વધશે : નાણામંત્રી

જૂન ૨૦૨૩ સુધીમાં આધાર-પાન લિંક નહીં હોય તો પાનકાર્ડ નિષ્ક્રિય થઇ જશે

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે, “આધાર સાથે પાનકાર્ડને લિંક કરવા માટે અગાઉ ઘણો સમય આપવામાં આવ્યો હતો, જે કામ અત્યાર સુધી થઈ જાય તેમ હતું. હજુ પણ જે લોકોએ અત્યારસુધી આ કર્યું નથી તેમણે તાત્કાલિક કરાવી લેવું જોઈએ. જો વર્તમાન નક્કી કરેલી સમય સીમા સમાપ્ત થઈ જશે તો દંડમાં હજુ વધારો કરવામાં આવશે.” મહત્વનું છે કે, “આધાર સાથે પાનનું લિંકિંગ 31 માર્ચ 2022 સુધી મફત હતું, ત્યારબાદ 1 એપ્રિલ 2022થી તેના પર 500 રૂપિયા દંડનું પ્રાવધાન કરવામાં આવ્યું, જેને જૂલાઈ મહિનામાં વધારીને 1000 કરી દેવામાં આવ્યું હતું. જો જૂન 2023 સુધી આધાર અને પાનકાર્ડને લિંક ન કરવામાં આવ્યું તો તે નિષ્ક્રિય થઈ જશે.