સાબર ડેરીએ દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. 11 એપ્રિલથી ભેંસના દૂધમાં ₹20 નો વધારો થશે. ભેંસ ના દૂધ ના કિલો ફેટમાં 20 નો થતા હવે પશુપાલકોને 820 નો ભાવ મળશે. અત્યાર સુધી દૂધના પ્રતિ કિલો ફેટે 800 મળતા હતા જે હવે વધીને 820 મળશે. જ્યારે ગાયના ગાયના દૂધમાં પણ કિલો ફેટે રૂપિયા આઠનો વધારો કરવામાં આવ્યો છે. ગાયના દૂધનો જૂનો ભાવ 348 રૂપિયા હતો જ્યારે નવો ભાવ 356.80 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. આ અંગેનો પરિપત્ર આવતીકાલે જાહેર કરવામાં આવશે તેમ ડેરી ચેરમેને જણાવ્યુ હતુ. આ નવો ભાવવધારો 11 એપ્રિલથી લાગુ પડશે. તમને જણાવી દઇએ કે આ પહેલા જાન્યુઆરી-2023માં ભાવ વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે દૂધના ખરીદભાવમાં 20 રૂપિયા જેટલો ભાવ વધારો કરવાનું નક્કી કરાયું હતું. ત્યારે દૂધના પ્રતિ કિલો ફેટે 780 રૂપિયા પ્રમાણે પશુપાલકોને ચૂકવવામાં આવતા હતા. જેમાં 20 રૂપિયાનો ભાવ વધારો કરતા 21 જાન્યુઆરીથી પશુપાલકોને 800 રૂપિયા પ્રતિ કિલો ફેટના ચૂકવવામાં આવતા હતા.