દેશમાં ઝડપથી વધી રહ્યાં છે કોરોનાના કેસ,છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 5,335  કેસ

    0
    126

    દેશમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યાં છે.  છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના પાંચ હજારથી વધુ કેસ નોંધાયા છે. ગુરુવારે અપડેટ કરાયેલ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 5,335 કોવિડ -19 કેસ નોંધાયા હોવાથી ભારતમાં દૈનિક કોવિડ કેસોમાં 1,000નો ઉછાળો નોંધાયો છે. આ સાથે, દેશમાં સક્રિય કોવિડ -19 કેસ વધીને 25,587 થઈ ગયા છે, જે લગભગ 2,400 કેસોનો ઉછાળો છે. તમામ રાજ્યોમાંથી, કેરળમાં સૌથી વધુ સક્રિય કોવિડ કેસ છે.જેમાં કેરળમાં  8,229 અને  ત્યારબાદ મહારાષ્ટ્રમાં 3,874 સક્રિય કેસ  છે.