ખંભાત-આણંદ ઇલેક્ટ્રીક મેમુ ટ્રેનનું ભાડુ ઘટાડવા માગ,ખંભાતના ધારાસભ્યએ રેલવે વિભાગને રજૂઆત કરી

0
148

 ખંભાતના ધારાસભ્ય ચીરાગ પટેલે કરી રજૂઆત

ખંભાત આણંદ મેમુ ટ્રેન વર્ષોની રજૂઆત બાદ ઇલેક્ટ્રીક થવા જઈ રહી છે ત્યારે ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ દ્વારા રેલ્વેના ભાડામાં ઘટાડો કરવા માટે રેલવે વિભાગમાં રજૂઆત કરી છે. મહત્વનું છે કે કોરોના પહેલા ખંભાત થી આણંદનું 10  રૂપિયા ભાડું ચાલતું હતું. પરંતુ કોરોનાને લઇ સરકાર દ્વારા વિશિષ્ટ ટ્રેનો  ચલાવી ભાડામાં ધરખમ વધારો કર્યો હતો. જે બાદ કોરોના સમય પૂર્ણ થયો તેમ છતાં રેલ્વે દ્વારા મુસાફરોને કોઈ રાહત આપવામાં આવી નથી જેને લઇ ખંભાતથી આણંદના જવા માટે 35 રૂપિયા તેમજ આવવા માટે ₹35 એમ ટોટલ 70 રૂપિયા મુસાફરોને ચૂકવવા પડે છે ખંભાત શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો રોજગારી અર્થે આણંદ વિદ્યાનગર પેટલાદ સહિતના શહેરોમાં રેલવે માર્ગ મુસાફરી કરતા હોય છે રેલવેના ધરખમ ભાડાથી મુસાફરોના ખિસ્સા ખાલી થતા હોય છે જેને લઇ ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ દ્વારા ડિવિઝનલ રેલવે મેનેજર ની ઓફિસ ખાતે લેખિત રજૂઆત કરી ભાડું ઘટાડવા માંગ કરવામાં આવી છે