HomeAhmedabadકેમ્પ હનુમાનની શોભાયાત્રાનો પ્રારંભ

કેમ્પ હનુમાનની શોભાયાત્રાનો પ્રારંભ

ગુરુવારે હનુમાન જયંતિ નિમિતે જન્મોત્સવની ઉજવણી ધામધુમ પુર્વક કરાઈ રહી છે. મહત્વનું છે કે, ઉજવણીના ભાગ રૂપે એક દિવસ પહેલાજ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે અમદાવાદના કેમ્પ હનુમાન મંદિરથી શોભાયાત્રા યોજાઈ હતી જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હનુમાન યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા અને  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હનુમાન યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.આ શોભાયાત્રા રામભક્ત હનુમાનજીના મંદિર શાહીબાગ નીકળીને શહેરના વિવિધ વિસ્તારમાં ફરી વાસણા વાયુદેવ મંદિરમાં જઇ જન્મોત્સવની પરવાનગી લીધા બાદ બપોરે ૨:૩૦ વાગે યાત્રા કેમ્પ હનુમાન મંદિર પરત ફરશે.શોભાયાત્રા દરમ્યાન પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.આ શોભાયાત્રાનું શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વાગત કરવામાં આવ્યુ. આ શોભાયાત્રામાં 14 સુશોભિત ટ્રકો  સાથે 200થી વધુ વાહનો યાત્રામાં જોડાઈને ધાર્મિક અને સામાજિક સંદેશ આપવામાં આવ્યાં  છે. આ સાથે પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવશે.  આવતીકાલે હનુમાન જયંતી નિમિતે કેમ્પ હનુમાન મંદિરમાં વિશેષ પૂજા અને હવન તેમજ ભંડારાનું આયોજન કરવામાં આવશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments