બોટાદમાં આવેલ સારંગપુર ધામ ‘કિંગ ઓફ સાળંગપુર’ તરીકે ઓળખાશે.ચાર કરોડનાં ખર્ચે હનુમાન દાદાની મૂર્તિ તૈયાર કરાઇ છે. ત્યારે હવે સારંગપુર આવતા ભક્તોને સાત કિલોમીટર દૂરથી દાદાનાં દર્શન થઇ શકશે. કિંગ ઓફ સારંગપુર પ્રોજેક્ટ 1 લાખ 35 હજાર સ્ક્વેર ફૂટમાં તૈયાર થશે. 13 ફૂટના બેઝ પર દાદાની મૂર્તિ દક્ષિણ મુખી રાખવામાં આવશે. 11,900 સ્ક્વેર ફૂટમાં બનશે સાથેજ એમ્ફી થિએટરમાં 1500 દર્શનાર્થીઓ બેસી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મંદિર સામે 62 હજાર સ્ક્વેરફૂટ વિસ્તારમાં ભવ્ય ગાર્ડન બનાવાશે. 55 કરોડના ખર્ચે ભોજનાલય તૈયાર કરાયું છે જેમાં એક સાથે 10 હજાર લોકો ડાઈનીંગ હોલમાં બેસી જામી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે જે લેટેસ્ટ ટેકનોલોજીથી સજ્જ છે સાથેજ આ ભોજનાલયમાં થર્મલ બેઝથી રસોઈ તૈયાર થશે. જેમાં 15 હજારથી વધુ લોકોની રસોઈ માત્ર એક કલાકમાં બની શકશે.હનુમાન જયંતીના દિવસે આ ભોજનાલયનું ઉદ્ધાટન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે કરવામાં આવશે