મહારાષ્ટ્ર સરકારનો મહત્વનો નિર્ણય,કર્ણાટકના 865 ગામને મળશે આરોગ્યની સેવાઓનો ભાભ

    0
    153

    મહારાષ્ટ્ર સરકારે કર્ણાટક સાથે ચાલતા સરહદ વિવાદ વચ્ચે પડોશી રાજ્યના 865 ગામોને આરોગ્ય સેવાની યોજનાનો લાભ આપવાનો આદેશ આપ્યો છે. મહારાષ્ટ્ર સરકારે આ અંગે પ્રસ્તાવ  જારી કર્યો છે.જેમાં મહારાષ્ટ્ર સરકારની વિવિધ આરોગ્ય સેવાનો લાભ 12 તાલુકાના 865 ગામને આપવામાં આવશે આ પ્રસ્તાવમાં 996 પ્રકારના રોગોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેની સારવાર માટે ત્યાંના પરિવારોને પ્રતિ વર્ષ 1.50 લાખ રૂપિયા સુધીનો મેડિકલ વીમો મળશે. આ સાથે લોકો નિષ્ણાતોની સલાહ પણ લઈ શકશે. મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં ઘણી હોસ્પિટલોને માન્યતા આપી છે જ્યાં લોકો આ યોજનાનો લાભ મેળવી શકે છે..