દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદ

0
245

મંગળવારે વહેલી સવારે દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદ થયો હતો. ગાજવીજ સાથે વરસાદના કારણે વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું. છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હી-એનસીઆરના  હવામાનમાં પરિવર્તન આવી રહ્યું છે. આ સિલસિલો સોમવારે પણ ચાલુ રહ્યો હતો. જ્યાં બપોર સુધી તડકાને કારણે લોકોએ ગરમીનો અહેસાસ કર્યો હતો ત્યાં સાંજ સુધીમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવ્યો હતો.હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર દિલ્હીમાં 4 એપ્રિલ સુધી મહત્તમ તાપમાન 28 થી 31 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 15-16 ડિગ્રી વચ્ચે રહેશે તેમ પણ જણાવ્યું હતું.