પીએમ મોદી દુનિયામાં લોકપ્રિય નેતા કેવી રીતે ચૂંટાયા

0
132

પીએમ મોદી ફરીએકવાર દુનિયાનાં સૌથી લોકપ્રિય નેતા તરીકે ચૂંટાઈ આવ્યાં છે. ગ્લોબલ લીડર અપ્રૂવલ રેટિંગ લિસ્ટમાં પીએમ મોદીને પ્રથમ સ્થાન મળ્યું છે. તેના માટે દુનિયાભરનાં લોકોએ તેમને દુનિયાનાં સૌથી શ્રેષ્ઠ અને લોકપ્રિય ગ્લોબલ લીડર માન્યાં છે.મોર્નિંગ કંસલ્ટની રેટિંગમાં  PM મોદીએ 22 દેશોનાં નેતાઓને પાછળ મૂકીને ગ્લોબલ લીડર એપ્રુવલના લિસ્ટ માં ટોપ કર્યું છે.

 આ લિસ્ટમાં પીએમ મોદીએ 76% ની રેટિંગની સાથે લિસ્ટમાં ટોપ કર્યું છે. આ લિસ્ટમાં અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બાઈડન અને બ્રિટનનાં પ્રધાનમંત્રી ઋષિ સુનક પણ શામેલ છે.ગ્લોબલ લીડર અપ્રૂવલ રેટિંગની લિસ્ટ  બિઝનેસ ઈંટેલિજેંસ કંપની, મોર્નિંગ કંસલ્ટ દ્વારા જાહેર કરવામાં આવે છે. આ કંપનીએ પોતાના લેટેસ્ટ સર્વેમાં આંકડાઓ જાહેર કર્યાં છે જેમાં PM  મોદી, જો બાઈડન, ઋષિ સુનક, લોપેઝ ઓબ્રેડોર સહિત દુનિયાભરનાં 22 મોટા નેતાઓનાં નામ શામેલ છે.

 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ તમામ નેતાઓને પાછળ મૂક્યાં છે.આ લિસ્ટમાં અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બાઈડન 41% વોટની સાથે 7માં સ્થાન પર છે જ્યારે બ્રિટનનાં પ્રધાનમંત્રી ઋષિ સુનક 34% નાં વોટ સાથે 13માં સ્થાન પર છે. આ રેટિંગમાં દ્વિતીય સ્થાન પર મેક્સિકોનાં રાષ્ટ્રપતિ લોપેઝ ઓબ્રેડોર છે જેમને 61% વોટ મળ્યાં છે. ઓસ્ટ્રેલિયાનાં પ્રધાનમંત્રી એન્થની અલ્બનીઝ 55% વોટની સાથે તૃતિય સ્થાન પર છે