પાપુઆ ન્યુ ગિની અને તિબેટમાં ભૂકંપના આંચકાથી ધરતી હચમચી ગઈ છે. તિબેટના શિઝાંગ શહેરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, શિજાંગમાં બપોરે 1:12 વાગ્યે પૃથ્વી ધ્રુજી ઉઠી હતી. જે બાદ લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને મોટી સંખ્યામાં લોકો ઘરની બહાર આવી ગયા હતા. હાલ કોઈ પણ પ્રકારના નુકસાન અંગે કોઈ માહિતી નથી. આ પહેલા પાપુઆ ન્યુ ગિનીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.3 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રવિવારે રાત્રે લગભગ 11:34 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. વહીવટીતંત્ર દ્વારા સુનામીની ચેતવણી જારી કરવામાં આવી નથી. હાલ, સ્થળ પર થયેલા નુકસાન વિશે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.