એર લાઇનને ધમકી આપવા માટે સુરતના વિદ્યાર્થિની કરાઇ ધરપકડ

0
160

એરલાઈન અકાસા એરનું વિમાન “ડાઉન થઈ જશે” એવો દાવો કરતી ટ્વીટ પોસ્ટ કરવા બદલ મુંબઈ પોલીસે 12મા ધોરણના ગુજરાતના વિદ્યાર્થીની ધરપકડ કરી છે. “AkasaAir બોઇંગ 737 મેક્સ નીચે જશે,” 18 વર્ષીય વિદ્યાર્થીએ તેના ટ્વિટર હેન્ડલ પર લખ્યું. શહેર પોલીસે તપાસ દરમિયાન ગુજરાતના સુરતના ટ્વીટનું IP એડ્રેસ ટ્રેસ કર્યા પછી 27 માર્ચે વિદ્યાર્થીની અટકાયત કરવામાં આવી હતી. આ ટ્વિટ બાદ એરલાઈને મુંબઈ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતીય દંડ સંહિતાની કલમ 505 (જાહેર દુષ્કર્મ માટે નિવેદનો) અને 506(2) (ગુનાહિત ધાકધમકી) હેઠળ અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી.

આ દરમિયાન સ્ટુડન્ટે જણાવ્યું કે તેનો ઉદ્દેશ્ય કોઈપણ પ્રકારની ભાગદોડ મચી જાય એ નથી. વિદ્યાર્થીએ પોસ્ટ કરી એરલાઈનને જણાવ્યું કે તેમણે જે એરક્રાફ્ટ ખરીદ્યું છે તે ઘણું જૂનું છે અને તેની લાઈફ પણ ટૂંકી છે. જોકે આ પ્રકારની ઘટના બીજી વખત સામે આવી છે. આ પહેલા પણ આ પ્રકારની ધમકી મળી ચૂકી છે. જેને લઈને પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી દીધી હતી.

ઇમેઇલ કરાઇ હતી જાણ
કેસ એરલાઇનના કર્મચારી એસ આર યાદવ (49) દ્વારા નોંધવામાં આવ્યો હતો, એરલાઇનના કર્મચારી એસ આર યાદવે આ મામલે કહ્યું હતું કે, મેં મારા મેનેજર આનંદ ચવ્હાણને ચેતવણી આપી હતી, જેમણે અકાસા એરલાઇનના ઇન્ટિગ્રેટેડ ઑપરેશનલ કંટ્રોલ સેન્ટર (IOCC) ના મોહિત રામચંદાનીને ઇમેઇલ દ્વારા જાણ કરી હતી. ત્યાર બાદ આ ઘટનાને લઈ હેડને ઇમેઇલથી જાણ કરવામાં આવી હતી.

કઇ રીતે ઝડપાયો આરોપી
આ મામલે એરલાઇનરના મુખ્ય સુરક્ષા અધિકારી નિલેશ મધુરવારે ડોમેસ્ટિક એરપોર્ટને એલર્ટ કર્યું હતું.  અને તેમને ધમકી આપવા માટે કેસ નોંધવામાં આવ્યો કે મેસેજમાં દાવો કરવામાં આવ્યો હતો કે ફ્લાઇટ ડાઉન થશે. સુરતમાં ઇન્ટરનેટ પ્રોટોકોલ દ્વારા વિદ્યાર્થીને ટ્રેક કરવામાં આવ્યો હતો. તેણે દાવો કર્યો હતો કે તેણે કોઈ ખોટા સંદેશા મોકલ્યા નથી. જોકે આ સ્ટુડન્ટ પર ભારતીય દંડ