કુમાર કાનાણી સુરત મનપા સામે ઉચ્ચારી આંદોલનની ચિમકી

0
47

સુરતમા ખાડી મુદ્દે ધારાસભ્ય કુમાર કાનાણી અનેક વખત તંત્રને રજૂઆત કરી ચૂક્યા છે વારંવાર રજૂઆત થતા નક્કર કાર્યવાહી નહિ થતા કુમાર કાનાણીની ધીરજ ખૂટી છે અને હવે તેમણે સ્થાનિકો સાથે રહી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.સુરત શહેરની મધ્યમાંથી પસાર થતી ખાડી એક સમયેએ લોકો માટે ડ્રેનેજ માટે નો શ્રેષ્ઠ વિકલ્પ હતો. જોકે હવે સમગ્ર સુરતમાં ડ્રેનેજ નેટવર્ક સ્થાપવામાં આવતા સુરત શહેરમાં ખાડી માત્ર ગંદકીનું ઘર સાબિત થઈ રહ્યું છે ખાડી કાંઠે રહેતા અનેક લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કારણ કે એ ખાડીમાં થતી ગંદકીના કારણે મચ્છરજન્ય રોગો માં વધારો થયો છે. સાથે સાથે અસહ્ય દુર્ગંધ પણ ફાડી ના કારણે ફેલાઈ રહી છે.

 આ મુદ્દે સુરતના વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ તંત્રને રજૂઆત કરતો લેટર પણ લખ્યો હતો.શનિવારે મહાનગર પાલિકામાં મળેલી ધારાસભ્ય સાંસદની સંકલન બેઠકમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ ખાડી સફાઈ મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી.અનેક વખત રજૂઆત કરવા છતાં અત્યાર સુધી ખાડીના પ્રશ્નનો કોઈ હલ થયો નથી સ્થાનિકોની પણ વખત ખાડી સફાઈ માટેની માંગ રહી છે થોડા સમય પહેલા જ ખાડી કાંઠે આવેલી સોસાયટીના પ્રમુખોએ એક મિટિંગનું આયોજન કર્યુ હતું છેલ્લા ઘણા સમયથી કુમાર કાનાણી પણ આજ મુદ્દાને લઇ રજૂઆત કરી ચૂક્યા છે જોકે હજી સુધી હાલ નહીં થતા સ્થાનિકો સાથે આંદોલન પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી