સઉદી અરેબિયા ઘટાડશે ક્રુડનું ઉત્પાદન

0
199

એન્કર

ક્રુડ ઉત્પાદનને લઈને સઉદીએ મહત્વનું નિવેદન આપ્યું છે.નિવેદનમાં ક્રુડનું ઉત્પાદન ઘટાડવામાં આવશે તેવુ જણાવવામાં આવ્યું છે.સાઉદીના આ નિર્ણયને પગલે પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની શક્યતા છે. જેના કારણે અમેરિકા અને સઉદી અરેબિયાના વચ્ચેના સંબધોમાં વધુ તિરાડ પડી શકે છે. યુક્રેન- રશિયાના યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં ફુગાવો વધી રહ્યો છે. સઉદી અરેબિયાના ઉર્જા પ્રધાને જણાવ્યું હતું કે ઉત્પાદનમાં આ ઘટાડાનો નિર્ણય કેટલાક ઓપેક અને નોન ઓપેક સભ્યો સાથે સમન્વય સાધી અમલમાં મૂકવામાં આવશે. ગયા વર્ષે પણ સાઉદીએ ઓઇલના ઉત્પાદનમાં ઘટાડો કર્યો હોત..સાઉદીના આ નિર્ણય અંગે અમેરિકાએ નારાજગી વ્યકત કરી હતી.વર્ષ 2022માં સઉદી અરેબિયાના સરેરાશ  ક્રુડ ઉત્પાદનના આંકડા પર નજર કરવામાં આવેતો  સાઉદીનું  પ્રતિ દિવસ 1.15 કરોડબેરલનું ઉત્પાદન હતું. ત્યારે 2023માં મેના અંત સુધીમાં સાઉદી અરેબિયા 5 લાખ બેરલ ઘટાડશે