HomeGujaratમહા ઠગ કિરણ પટેલને અમદાવાદ લવાશે

મહા ઠગ કિરણ પટેલને અમદાવાદ લવાશે

અમદાવાદ પોલીસ કિરણ પટેલને શ્રીનગરથી લઈ આજે અમદાવાદ પહોંચશે. સિંધુ ભવન રોડ પર સ્થિત 15 કરોડનો બંગલો પચાવી પાડવાની કેસમાં ગુનો નોંધાયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચ જમ્મુ પહોંચી છે, કિરણ પટેલ જમ્મુની જેલમાં બંધ છે. ટ્રાન્સફર વોરંટથી કિરણ પટેલની ધરપકડ કરવામાં આવી છે. કિરણ પટેલ અને તેની પત્ની સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે. ક્રાઇમબ્રાંચે શ્રીનગરથી મહાઠગ કિરણ પટેલની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી છે. જેને રોડ માર્ગ લાવવામાં આવી રહ્યો છે અને પોલીસ સોમવાર સાંજ સુધીમાં અમદાવાદ પહોંચશે. જે કેસમાં રિમાન્ડ માટે મંગળવારે સાંજે અથવા બુધવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments