ભારતમાં કોરોનાના કેસોએ ફરી વધારી ચિંત્તા

0
49

દેશમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે.જેના કારણે હવે એક્ટીવ કેસોની સંખ્યામાં પણ વધારો થયો છે. રવિવારે 3,800થી વધુ નવા કોવિડ -19 કેસ નોંધાયા હતા.દેશમાં છેલ્લા એક અઠવાડિયામાં નોંધાયાલા કેસો પર નજર કરવામાં આવેતો છેલ્લા એક અઠવાડિયામાં ભારતમાં 18 હજારથી પણ વધારે કેસ નોંધાયા છે .કોરોનાના કેસો વધતા દેશમાં મૃત્યુઆંક પણ વધી રહ્યો છે.છેલ્લા એક અઠાવાડિયામાં કોરોનાના કારણે 30થી વધુ લોકોએ જીવ ગુમાવ્યાં છે. ળ, ગોવા અને દિલ્હી, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા અને યુપીમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે.કેન્દ્ર સરકાર પણ કોરોનાના વધી રહેલા કેસોને પગલે એલર્ટ થઈ ગઈ છે.