HomeDeshકોંગ્રેસના સાંસદ શશિ થરૂરનું ચોંકાવનારૂ નિવેદન

કોંગ્રેસના સાંસદ શશિ થરૂરનું ચોંકાવનારૂ નિવેદન

tharur

ભાજપ માટે રાહુલ ગાંધી મોટો ખતરો : થરૂર

હું પક્ષના નેતૃત્વમાં હોત તો વિપક્ષને સાથે લાવવા પ્રોત્સાહિત કરતો : થરૂર 

કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે ચોંકાવનારૂ નિવેદન આપતા કહ્યું છે કે, “ભારત જોડો યાત્રાના કારણે ભાજપ ડરી ગઈ છે. વર્ષો સુધી ભાજપે રાહુલ ગાંધીની મજાક ઉડાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ હવે તેમને અહેસાસ થઈ રહ્યો છે કે, તેઓ તેમના માટે ગંભીર ખતરારૂપ છે. આ સ્થિતિમાં જો હું પક્ષનું નેતૃત્વ કરતો હોત તો નાના પક્ષોને લોકસભા 2024ની ચૂંટણી માટે વિપક્ષી ગઠબંધનના સંયોજક બનવા માટે પ્રોત્સાહિત કરતો.” મહત્વનું છે કે, લોકસભામાંથી અયોગ્ય જાહેર કરાયા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના સમર્થનમાં વિપક્ષી નેતાઓ નિવેદનો આપતા રહ્યા છે, જોકે આ સમર્થન માત્ર નિવેદનો પૂરતું જ સીમિત હોય તેમ લાગી રહ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments