મરાઠા આરક્ષણના સમર્થનમાં વધુ 9 આત્મહત્યા

1
194
મરાઠા આરક્ષણના સમર્થનમાં વધુ 9 આત્મહત્યા
મરાઠા આરક્ષણના સમર્થનમાં વધુ 9 આત્મહત્યા

મરાઠા આરક્ષણના સમર્થનમાં વધુ 9 આત્મહત્યાના બનાવ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ એક મહિલા સહિત 9 લોકોએ આત્મહત્યા કરી છે. અહી ઉલ્લેખનીય છેકે 19 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં 25 લોકોએ આત્મહત્યા કરી છે. મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણની માંગ બાબતે મંગળવારે એક મહિલા સહિત 9 લોકોએ આત્મહત્યા કરી છે. મરાઠા અનામત આંદોલન રાજ્યમાં તીવ્ર બન્યું છે. અને સમગ્ર મહારાષ્ટ્રમાં આ આંદોલન સપ્ટેમ્બરમાં શરુ થયું હતું. જે વધુ 8 જિલ્લાઓમાં હિંસક બન્યું છે. વર્ષ 1990માં મંડળ આંદોલન થયું હતું તે દરમિયાન થયેલા આત્મહત્યાના બનાવો કરતા મરાઠા અનામત આંદોલનમાં થયેલા આત્મહત્યાના બનાવો વધુ છે. મહારાષ્ટ્રમાં હાલ ચાલી રહેલા અમારા અનામત આંદોલનમાં બીડ જીલ્લામાં સૌથી વધુ હિંસક ઘટનાઓ અને આગચંપીની ઘટનાઓ બની હતી તે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ સુધી પહોંચી ગઈ છે. બુધવારે સવારે મુંબઈમાં મરાઠા આંદોલનને સમર્થન આપતા ત્રણ લોકોએ કોલાબા વિસ્તારમાં ધારાસભ્યોના ઘરની બહાર શિક્ષણ મંત્રીની કારને તોડફોડ કરી હતી. આ ઘટનામાં હુમલો કરનાર કુલ ત્રણની પોલીસે ધરપકડ કરી છે. આપને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં મનોજ જારાંગે પાટીલે મરાઠા અનામત આંદોલનની માંગને લઈને આ આંદોલન શરુ કર્યું છે. અને આ આંદોલનમાં ભૂખ હડતાળનો 8મો દિવસ છે. જારાંગે ચેતવણી આપી છે કે મહારાષ્ટ્રમાં સ્પેશિઅલ સેશન બોલાવીને આરક્ષણ અંગે તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ . નહીતર દેશભરમાં આ આંદોલન શરુ કરવામાં આવશે. અને મનોજ જારાંગ પાટીલે જળ ત્યાગ કરવાની પણ ચેતવણી આપી છે.

મરાઠા આરક્ષણ આંદોલન વધુ હિંસક બની રહ્યું છે ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં સંદીપ શિંદેની સમિતિના અંતરિમ રીપોર્ટને મંજુરી આપવામાં આવી. સરકારે ભૂખ હડતાળ પર બેઠેલા મનોજ જારાંગે પાટીલના તમામ મરાઠાઓને આરક્ષણ આપવાની માંગને રદ કરી દીધી છે. શિવસેના નેતા સંજય રાઉતે જણાવ્યું છે કે તેમની પાર્ટીને પણ આ બેઠકમાં બોલાવવામાં આવી હતી અમારી પાર્ટીના 16 ધારાસભ્યો અને 6 સાંસદ છે. પરંતુ જે પાર્ટી જે પાર્ટીઓ પાસે ધારાસભ્ય નથી તેમને પણ આ બેઠકમાં બોલાવવામાં આવી છે.

મરાઠા અનામત આંદોલનના નેતા મનોજ જારાંગે પાટીલે જણાવ્યું કે તેઓ અડધું નહિ પરંતુ સંપૂર્ણ આરક્ષણ લેશે . આ આંદોલન અટકશે નહિ. ધારાસભ્ય અને સાંસદોએ જ્યાં સુધી અમને આરક્ષણ ન મળે ત્યાં સુધી મુંબઈમાં રહેવું જોઈએ . અમારો મરાઠા સમાજ શાંતિપ્રિય આંદોલન કરી રહ્યો છે.

મરાઠા આંદોલન પર મુખ્યમંત્રી એકનાથ શિંદેએ હાલ મહારાષ્ટ્રને કોણ ભડકાવી રહ્યું છે અને કોણ હિંસક બનાવી રહ્યું છે તેના પર સરકારનું સંપૂર્ણ ધ્યાન છે.

1 COMMENT

Comments are closed.