દેશના ઘણા વિસ્તારોમાં બે દિવસ સુધી વરસાદી માહોલ

0
63
દેશના ઘણા વિસ્તારોમાં બે દિવસ સુધી વરસાદી માહોલ
હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની સંભાવના
દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના ઘણા વિસ્તારોમાં બે દિવસ સુધી વરસાદી માહોલ જારી રહી શકે છે. શુક્રવારે પણ રાજધાની દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં વરસાદ પડી શકે છે.
કેટલીક જગ્યાએ કરા પણ પડી શકે છે. શુક્રવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહેશે. 1 એપ્રિલે પણ દિલ્હીમાં આકાશ વાદળછાયું રહેશે અને હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની વેબસાઈટ મુજબ આજે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે આજે જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની સંભાવના છે.