72nd National Film Awards: ભારતીય સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત એવા 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો (નેશનલ ફિલ્મ અવોર્ડ્સ)ની વિજેતાઓની યાદી જાહેર કરવામાં આવી છે. આ વર્ષે ગુજરાતી સિનેમા માટે ગૌરવપૂર્ણ ક્ષણ રહી છે, જેમાં અભિષેક જૈન નિર્દેશિત ફિલ્મ ‘મારણ’ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો પ્રતિષ્ઠિત પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.

72nd National Film Awards: ગુજરાતી સિનેમાની સિદ્ધિ: ‘મારણ’
યશ સોની અને દીક્ષા જોશી અભિનીત ફિલ્મ ‘મારણ’, જે 30 મે, 2025ના રોજ રિલીઝ થઈ હતી, તેણે રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કર્યું છે. દિગ્દર્શક અભિષેક જૈનનું આ ફિલ્મ દ્વારા 10 વર્ષ બાદ ગુજરાતી સિનેમામાં ભવ્ય કમબેક છે. આ ફિલ્મ સમાજમાં મહિલાઓના શોષણના ગંભીર મુદ્દાને વાચા આપે છે અને વ્યવસ્થાની ખામીઓને આબેહૂબ રીતે રજૂ કરે છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ આ ફિલ્મે 15મા શિકાગો સાઉથ એશિયન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ જીતીને પોતાની ક્ષમતા સાબિત કરી હતી.

72nd National Film Awards: અભિનેતા અને અન્ય મુખ્ય પુરસ્કારો
- બેસ્ટ એક્ટર (લીડિંગ રોલ): ‘બ્રમાયુગમ’ માટે મમૂટી અને ‘ચંદુ ચેમ્પિયન’ માટે કાર્તિક આર્યનને સંયુક્ત રીતે બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો છે.
- બેસ્ટ એક્ટ્રેસ (લીડિંગ રોલ): ‘આર્ટિકલ 370’ માં અભિનય માટે યામી ગૌતમને બેસ્ટ એક્ટ્રેસ જાહેર કરવામાં આવી છે.
- બેસ્ટ ફીચર ફિલ્મ: ‘આર્ટિકલ 370’ ને વર્ષ 2024ની સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મનો પુરસ્કાર મળ્યો છે.
- બેસ્ટ હિન્દી ફિલ્મ: ફિલ્મ ‘શ્રીકાંત’ને શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે.
72nd National Film Awards: ભાષાવાર વિજેતાઓ
અન્ય ભાષાઓમાં પણ પ્રાદેશિક ફિલ્મોનું વર્ચસ્વ જોવા મળ્યું હતું:
- તમિલ: રાયન
- તેલુગુ: કમિટી કુર્રોલ્લુ
- મરાઠી: મુક્કામ પોસ્ટ બોમ્બિલવાડી
- ઓડિયા: લાહરી
- મણિપુરી: સુનીતા
આ ઉપરાંત, ‘કેપ્ટન મિલર’ અને ‘મૈય્યાઝગન’ને સ્પેશિયલ મેન્શનથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
નોન-ફીચર ફિલ્મોમાં પણ ગુજરાતીનો દબદબો
બિન-ફીચર ફિલ્મ શ્રેણીમાં ‘ભંગાર (ઓબ્સોલિટ)’ને સર્વશ્રેષ્ઠ બિન-ફીચર ફિલ્મ તરીકે પસંદ કરવામાં આવી છે. આ સાથે જ ‘મૈં નિદા’ (બેસ્ટ આર્ટ એન્ડ કલ્ચર) અને ‘હમસફર’ (બેસ્ટ શોર્ટ ફિલ્મ) એ પણ પુરસ્કારો પોતાના નામે કર્યા છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




