ભારતીય સ્વદેશી વસ્તુની પહેચાન એટલે કે ખાદીના વેચાણમાં જોરદાર વધારો થયો છે. એક અંદાજ પ્રમાણે વર્ષ ૨૦૧૪થી એટલે કે, જ્યારથી કેન્દ્રમાં મોદી સરકાર આવી છે ત્યારથી ૯ વર્ષમાં ખાદીના વેચાણમાં કુલ ૪૫૦ ટકાનો જોરદાર વધારો ઝીંકાયો છે. જે તેની લોકપ્રિયતાનું એકમાત્ર અને ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ખાદીનું કુલ વેચાણ વર્ષ ૨૦૧૩-૨૦૧૪માં ૧૦૫ અમેરિકન ડોલર એટલે કે રૂપિયા ૧૦૮૧.૪ કરોડ હતું, જે વર્ષ ૨૦૨૨-૨૦૨૩માં વધીને ૭૯૨.૭ મિલિયન યુએસ ડોલર એટલે કે, રૂપિયા ૫૯૪૨.૯૩ ટકા થયું છે. મહત્વનું છે કે, કેન્દ્ર સરકારે શરુ કરેલા આત્મનિર્ભર ભારત અભિયાન બાદ ખાદીના વેચાણ અને વપરાશને વેગ મળ્યો છે.