HomeDeshCM ભગવંત માનની સુરક્ષા વધારીને Z+ કરી દેવાઈ

CM ભગવંત માનની સુરક્ષા વધારીને Z+ કરી દેવાઈ

પંજાબમાં ખાલિસ્તાની ગતિવિધિઓમાં વધારો થઇ રહ્યો છે. જેથી કેન્દ્રીય ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓએ મુખ્યમંત્રી ભગવંત માનની સુરક્ષા વધારવાનું કેન્દ્ર સરકારને સૂચન કર્યું હતું. આ સૂચન બાદ કેન્દ્રીય ગૃહમંત્રાલયે સીએમ માનની સુરક્ષામાં વધારો કર્યો છે. ગૃહમંત્રાલયની જાહેરાત મુજબ, સીએમ માનની સુરક્ષા વધારીને ઝેડ પ્લસ કરી દેવાઈ છે.  સીઆરપીએફ ભગવંત માનને સુરક્ષા પૂરી પાડશે. તેના માટે કુલ 55 સશસ્ત્ર જવાનો નક્કી કરવામાં આવ્યા છે. ઝેડ પ્લસ સુરક્ષા કવચમાં મુખ્ય પ્રધાન માનના નિવાસસ્થાન અને તેમના પરિવારના સભ્યો પણ સામેલ છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments