ગુજરાતમાં કોરોનાના નવા ૩૩૧ કેસ

0
359

અમદાવાદમાં સૌથી વધુ નવા ૧૦૦ કેસ

ગુજરાતમાં કોરોનાના કેસમાં વધઘટ યથાવત છે. નવી યાદી મુજબ,  ગુજરાતમાં કોરોનાના નવા ૩૩૧ કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ ૧૦૦ કેસ નોંધાયા છે, જયારે વડોદરામાં ૪૦, સુરતમાં ૫૨, મહેસાણામાં ૨૯ , વલસાડમાં ૧૧ કેસ, ગાંધીનગરમાં ૧૪, જયારે પાટણમાં નવા ૨૦ કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં હાલ ૫ લોકો વેન્ટીલેટર પર છે. જયારે ૧૯૯૨ દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં હાલ કોરોનાથી સાજા થવાનો દર ૯૮.૯૯ ટકા છે. નવી યાદી પ્રમાણે વધુ ૩૭૬ લોકો ડીસ્ચાર્જ થયા છે.