31st december : આમતો ગુજરાતીઓનું નવું વર્ષ એટલે દિવાળી પછીનો દિવસ, પરંતુ ગુજરાતીઓ તો તહેવારના ભૂખ્યા છે પછી ભલે ને એ ઇસુનું નવું વર્ષ હોય. ગુજરાતીઓને જેનો ઈન્તેજાર હતો એ દિવસ એટલે કે 31st december, અને હવે 31stને ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં 31stની ડાન્સ પાર્ટીઓનું પણ જોરદાર આયોજન કરવામાં આવે છે, ત્યારે આજે અમે તમને જણાવીશું કે 31stની એક એવી ડાન્સ પાર્ટી જે ૩-4 નહિ પરંતુ 12 કલાક નોનસ્ટોપ ચાલવાની છે, ક્યાં છે આ ડાન્સ પાર્ટીનું આયોજન અને કેટલી ટીકીટ છે અહી એન્ટ્રી માટેની તમામ માહિતી અહી છે…. વાંચો અમારો ખાસ અહેવાલ
અમદાવાદમાં 31st પાર્ટીનું શાનદાર આયોજન

31st december : થર્ટી ફર્સ્ટને આડે હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં એક એવું આયોજન કરવામાં આવ્યું છે જે પહેલાં ક્યારેય કોઈએ નહિ કર્યું હોય. સામાન્ય રીતે 31st decemberની પાર્ટી ૩ થી 4 કલાક ચાલતી હોય છે, પરંતુ આ વખતે એક ગ્રુપ દ્વારા નોનસ્ટોપ 12 કલાક dj પાર્ટીનું આયોજન કર્યું છે. બપોરના ૩ વાગ્યાથી આ dj પાર્ટી શરુ થશે જે રાતના ૩ વાગ્યા સુધી નોનસ્ટોપ ચાલશે, આમ આયોજકનું માનીએ તો આ dj પાર્ટી ને જો રિસ્પોન્સ સારો મળશે તો 12 કલાકથી પણ વધુ સમય ચાલી શકે છે એટલે કે સવારના 6 વાગ્યા સુધી પણ dj પાર્ટી ચાલુ રાખવાની એમની તૈયારી છે

31st december : ક્યાં યોજાશે આ 31stની પાર્ટી
અમદાવાદના શહેરથી નજીક આવેલા ગ્રામ્ય વિસ્તાર શીલજમાં આવેલાં સ્કાય ફાર્મમાં 31ST ડિસેમ્બરે ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં સામાન્ય રીતે ડીજે પાર્ટી સાંજે 8 વાગ્યાથી રાતે 12 વાગ્યા સુધી ચાલે છે પરંતુ આ વખતે અમદાવાદમાં પ્રથમ વખત શીલજ વિસ્તારમાં આવેલાં સ્કાય ફાર્મમાં બપોરે 3 વાગ્યાથી લઈને રાતે 3 વાગ્યા સુધી ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધી આ પ્રકારની પાર્ટી અમદાવાદમાં ક્યારેય યોજાઈ નથી. જે પહેલી વાર યોજાઈ રહી છે.
31st december : શું ખાસિયત હશે આ 31st પાર્ટીની ?
શીલજના સ્કાય ફાર્મમાં યોજાનાર આ પાર્ટીમાં 9 -9 dj ને બોલવામાં આવ્યા છે જે નોનસ્ટોપ 12 કલાક તમને એન્જોય કરાવશે. મ્યુઝીકની વાત કરીએ તો EDM એટલે કે ઇલેક્ટ્રોનિક ડાન્સ મ્યુઝિક અને BDM એટલે બોલિવૂડ ડાન્સ મ્યુઝિક આમ બંને સાઉંડ પર પાર્ટી યોજાશે. બપોરે 3 વાગે પાર્ટી શરુ કરી દેવામાં આવશે જે રાતના 3 વાગ્યા સુધી ચાલશે . અને બધું બરાબર રહ્યું તો 12 કલાકથી વધારે કલાક સુધી પણ પાર્ટી ચાલુ રાખવાની આયોજકોની તૈયારી છે.

31st december : તમે કેવીઓ રીતે આ પાર્ટીમાં જોઈન થઇ શકશો ?
આમતો શિલજ માં આવેલા સ્કાય પાર્ટી પ્લોટ માં જઈને તમે મેન્યુઅલી પાસ મેળવી શકો છો આ સાથે આ પાર્ટી માટે ઓનલાઈન પણ પાસ મુકવામાં આવ્યા છે જેની કિંમત 299 અને 499 રાખવામાં આવી છે. જો તમારે ઓનલાઈન બુક કરાવવી હોય તો https://in.bookmyshow.com/events/unstoppable-12-hours/ET00379698 અહી ક્લિક કરી બુક કરાવી શકો છો, આ સાથે book my show પર sky farm કરીને સર્ચ કરશો તો પણ તમને આ પ્લેસ મળી જશે. તમને જણાવી દઈએ કે અહી વધુમાં વધુ 4000 લોકોને જ એન્ટ્રી આપવામાં આવનાર છે.

31st december: 12 કલાક ડીજેનું પ્લાનિંગ શુ છે ?
આયોજક સાથે વાતચીત દરમ્યાન એમને જણાવ્યુ હતુ કે, પહેલી વાર અનસ્ટોપેબલ 12 Hours નામની ઇવેન્ટ કરવા જઈ રહ્યા છીએ. ત્યાં 9 ડીજે એકસાથે એક ફ્લોર પર હશે. રોબોટિક અને LED થીમનું પર પાર્ટી આયોજન કરવામાં આવ્યું છે. આપણાં ત્યાં 3થી 4 કલાક જ પાર્ટી ચાલે છે પરંતુ અમે નવતર પ્રયોગ કરવા ઇચ્છીએ છીએ. રાતનો સમય હોવાથી મહિલાઓની સુરક્ષા માટે અમે બાઉન્સર અને ડ્રિંક કરીને આવનારી વ્યક્તિઓ પર પ્રતિબંધ મૂક્યો છે.
સામાન્ય રીતે નવરાત્રિમાં અમદાવાદ શહેરમાં રાતે 12 વાગ્યા સુધી ગરબા ચાલે છે, પરંતુ અમદાવાદ ગ્રામ્યમાં શહેરનું જાહેરનામું લાગુ ન થવાથી 12 વાગ્યા બાદ અને વહેલી સવાર સુધી ગરબા ચાલુ જ હોય છે. એ રીતે અમદાવાદ શહેરના ક્લબ અને ફાર્મમાં રાતના 12 વાગ્યા સુધી ડીજે પાર્ટી ચાલશે પરંતુ અમારું લોકેશન શીલજ અમદાવાદ ગ્રામ્યમાં આવતું હોવાથી રાતે 12 વાગ્યા બાદ પણ વહેલી સવાર સુધી પાર્ટી ચાલશે.
તમે આ પણ વાંચી શકો છો
PARLE-G : પાર્લે જી એ હટાવ્યો નાની છોકરીનો ફોટો અને નામ પણ ? જાણો કેમ ?