HomeBreaking Newsબાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ભીષણ આગમાં દુકાનો બળીને ખાખ

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ભીષણ આગમાં દુકાનો બળીને ખાખ

ફાયર સર્વિસ સહિત સેના,અર્ધલશ્કરી દળો અને પોલીસ સ્થળ પર પહોંચી 
બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં વહેલી સવારે એક શોપિંગ સેન્ટરમાં લાગેલી ભીષણ આગમાં હજારો દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. ન્યૂમાર્કેટ પોલીસ સ્ટેશનના વડા દ્વારા જણાવવામાં આવ્યું કે  આવ્યું હતું કે ન્યૂમાર્કેટ અને ઢાકા કોલેજની વચ્ચે આવેલા શોપિંગ સેન્ટર 'ન્યૂ સુપરમાર્કેટ'ના બીજા માળે સવારે આગ લાગી હતી અને ઝડપથી ફેલાઈ ગઈ હતી. આગ એટલી ભીષણ હતી કે તેને કાબૂમાં લેવા માટે ફાયર સર્વિસને સેના, અર્ધલશ્કરી દળો અને પોલીસની મદદ લેવી પડી હતી.ફાયર સર્વિસના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અકસ્માતમાં કોઈના મોતના સમાચાર નથી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments