2024 PREDICTIONS: આ આગાહી એક અખબારમાં કરવામાં આવી હતી. તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
ભવિષ્ય વિશે જાણવું લોકોને હમેશા ગમતું હોય છે. આને લઈ હંમેશા આગાહીઓ પણ કરવામાં આવી છે. આમાંની કેટલીક સાચી તો, કેટલીક ખોટી પડતી હોય છે. જો કે, આ ભવિષ્યવાણીઓ વિશે આજકાલ સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણું જાણવા મળી રહ્યું છે. હાલમાં સોશિયલ મીડિયા પર આ રીતના પોસ્ટ ઘણા વાઈરલ થઈ રહ્યા છે.
આ આગાહી એક અખબારમાં કરવામાં આવી હતી. તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. અખબારની ક્લિપિંગ્સની આ તસવીરો કેનેડાની કેલગરી યુનિવર્સિટીના સંશોધક પોલ ફેરી દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરવામાં આવી છે.
જણાવવામાં આવી રહ્યું છે કે, આવી જ ભવિષ્યવાણી વર્ષ 1924માં એટલે કે 100 વર્ષ પહેલા કરવામાં આવી હતી. આ ક્લિપિંગ્સમાં વર્ષ 2024માં જીવન કેવું હશે તે વિશે લખવામાં આવ્યું છે.
2024 PREDICTIONS
મિરર યુકેના આ રિપોર્ટ અનુસાર, એવું કહેવામાં આવ્યું હતું કે 2024માં ઘોડાઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે. તેના બદલે ટ્રેનો દોડશે. વાહનોની સંખ્યામાં અનેકગણો વધારો થશે. જો કે, એવું નથી કે ઘોડાઓનું અસ્તિત્વ જ નહીં હોય.
એક ક્લિપિંગમાં રેડિયો વિશે લખવામાં આવ્યું હતું કે 2024માં રેડિયોના કારણે અમેરિકન લોકો હસશે.આ ભવિષ્યવાણીને પોડકાસ્ટ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. જે વધુને વધુ લોકપ્રિય બની રહ્યા છે. એક વાત એ પણ લખી છે કે લોકોનો આયુષ્યનો દર લાંબો હશે, લોકો 100 વર્ષ સુધીનો હશે અને 75 વર્ષની વયના લોકોને યુવાન ગણવામાં આવશે.
સાથે જ કલ્પના કરાવમાં આવી છે કે 100 માળ સુધીના ફ્લેટ હશે. ફેમિલી આલ્બમમાં ફોટોગ્રાફ્સને બદલે વીડિયો બનાવવામાં આવશે. આમાંની લગભગ તમામ બાબતો સાચી સાબિત થઈ છે. જોકે, એક વાત સાચી નથી પડી. એ છે કે, ફિલ્મો વિશ્વમાં શાંતિ લાવશે. લોકો ભાઈચારો સ્થાપિત કરશે પરંતુ હોલીવુડે હજુ સુધી કોઈ આવી ફિલ્મ નથી બનાવી જે તમામ ભાષાઓમાં બની હોય અથવા તો વિશ્વમાંથી સંઘર્ષ દૂર કરવાના પ્રયાસોથી પ્રરિત હોય.
એવી આગાહી પણ કરવામાં આવી હતી કે લોકો સરળતાથી એક ગ્રહ પરથી બીજા ગ્રહ પર જઈ શકશે. ઉડતા કપડાં આવશે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલી અખબારની આ તસવીરો પર લોકો ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ કેનેડિયન સંશોધક દરરોજ આવી જ સમાન તસવીરો શેર કરે છે. જોકે, આ તસવીરોની પુષ્ટિ થઈ શકતી નથી.
વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો