2023 Ending Memory : વર્ષ ૨૦૨૩ અંતના દરવાજે આવીને ઉભું છે અને ૨૦૨૪ આગમન માટે તૈયાર છે, ત્યારે ઘણા લોકો નવા વર્ષના આગમન પૂર્વે વીતનાર વર્ષને કેટલીક વાતો માટે યાદ કરતા હોય છે, અમારો પણ એક પ્રયાસ છે કે વર્ષ 2023ને કેવી રીતે યાદ રાખવામાં આવે ? વર્ષ 2023ને ફિલ્મી રીતે જો યાદ કરવામાં આવશે તો આ વર્ષે ફિલ્મ આદિપુરુષથી લઈને animal સુધી અનેક ફિલ્મો રીલીઝ થઇ છે, ત્યારે આજે આપણે વર્ષ 2023માં રીલીઝ થયેલી ફિલ્મોના કેટલાક ડાયલોગ્સ પર નજર કરવા માંગીએ છીએ. એવા ડાયલોગ્સ જે 2023 (2023 Ending Memory) ની ફિલ્મી દુનિયાને યાદગાર બનાવશે….
2023 Ending Memory : હિંદી ફિલ્મોમાં જબરદસ્ત રોમાંસથી લઇને એક્શનનો તડકો જોવા મળે છે. ફિલ્મ ઇમોશનલ પંચલાઇન, દમદાર ગીત અને સંવાદ વગર અધૂરી છે. તેમજ તેના વગર મજા પણ ફિક્કી છે. વર્ષ 2023માં ઘણી એવી દમદાર બોલિવૂડ મુવી રિલીઝ થઇ હતી, જેમાં બહુ સારા ડાયલોગ્સ સાંભળવા મળ્યા હતા. જે પૈકી અમુક તો લોકોના મુખે રમતા થઇ ગયા હતા. તો ચાલો જોઈએ આ વર્ષ 2023ના અત્યાર સુધીના ફેમસ ફિલ્મી ડાયલોગ્સ…
પઠાણ |2023 Ending Memory
જાન્યુઆરી 2023માં રિલીઝ થયેલી ‘પઠાણ’થી બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાને ચાર વર્ષ પછી ઇન્ડસ્ટ્રીમાં કમબેક કર્યું હતું. આ ફિલ્મમાં કિંગ ખાનનો જબરદસ્ત સ્વેગ જોવા મળ્યો હતો. આ ઉપરાંત ફિલ્મનો એક ડાયલોગ્સ લોકોના મગજમાં કાયમ માટે યાદ રહી ગયો છે.
“પાર્ટી પઠાણ કે ઘર પર રખોગે તો મેહમાન નવાઝી કે લિયે પઠાણ તો આયેગા હી ઔર પટાકા ભી લાયેગા.”
તૂ જૂઠી મેં મક્કાર | 2023 Ending Memory
રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’ થોડા સમય પહેલા જ રિલીઝ થઇ હતી. આ ફિલ્મ લોકોને ખુબ પસંદ આવી હતી. ત્યારે આ ફિલ્મના એક ડાયલોગે લોકોનું દીલ જીતી લીધું હતું.
“આજકલ રિશ્તે મેં ઘુસના આસાન હૈ પરંતુ ઇસસે નિકલના મુશ્કિલ…રિશ્તા જોડના આસાન હૈ તો તોડના મુશ્કિલ”
ગદર 2 | 2023 Ending Memory
સની દેઓલ અને અમીષા પટેલની ગદર 2એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. આ ફિલ્મ થકી તેઓ ફરી એકવાર મોટા પડદા પર ચમકી ગયા હતા. આ ફિલ્મમાં એક્ટરની દમદાર એક્ટિંગ સિવાય તેના ડાયલોગે પણ લોકોનું દીલ જીતી લીધું હતું.
“કિસસે આઝાદી દિલાઓગે તુમ…અગર યહાં કે લોગો કો દોબારા મૌકા મિલે હિંદુસ્તાનમાં બસને કા તો આધે સે જ્યાદા પાકિસ્તાન ખાલી હો જાયેગા. કટોરા લેકર ભી ભીખ માંગેગા તો ભીખ નહીં મિલેગી.”
સિર્ફ એક બંદા કાફી હૈ | 2023 Ending Memory
મનોજ બાજપેયીની ફિલ્મ ‘સિર્ફ એક બંદા કાફી હૈ’એ ઓટીટી પર ધૂમ મચાવી દીધી હતી. આ ફિલ્મના સંવાદોએ કમાલ કરી દીધો હતો. મનોજ બાજપેયીના સંવાદ સ્પષ્ટ કર્યું કે સંતના વેશમાં હર રાક્ષસને દંડિત કરવાની જરૂર છે.
“મેં રાવણ કો માફ કર દેતા, અગર ઉસને રાવણ બન કે સીતા કા અપહરણ કિયા હોતા લેકિન ઉસને સાઘુ કા ભેષ ધારણ કિયા થા, જિસકા પ્રભાવ પૂરે સંસાર કા સાધુત્વ અને સનાતન પર સદિયો તક રહેગા. જિસકી કોઇ માફી નહીં હૈ.”
ટાઇગર 3 | 2023 Ending Memory
દિવાળી 2023ના ખાસ અવસર પર રિલીઝ થયેલી સલમાન ખાન અને કેટરીના કૈફની ફિલ્મ ટાઇગર 3ને પણ લોકો તરફથી સારો રિસ્પોન્સ મળ્યો હતો. આ ફિલ્મમાં લોકોએ સલમાન ખાન સહિત તેના એક્શનના ખુબ વખાણ કર્યા હતા. સાથે જ ફિલ્મના ડાયલોગ્સના પણ ચર્ચાઓ થઇ હતી.
આદિપુરુષ |2023 Ending Memory
ભગવાન રામની જીવની રામાયણ પર બનેલી ફિલ્મ મોટા વિવાદમાં ફસાઈ હતી, અને એ વિવાદનું મોટું કારણ તેના અમુક ડાયલોગ્સ હતા, જોકે ભારે વિવાદ થતા ડાયરેકટરે ફિલ્મમાં થી એ ડાયલોગ્સને ચેન્જ કરી દીધા હતા.
“કપડા ભી તેરા બાપ કા , તેલ ભી તેરા બાપ કા ઓર જલેગી ભી તેરે બાપ કી..
(2023 Ending Memory) વર્ષ 2023માં ઘણી એવી દમદાર બોલિવૂડ મુવી રિલીઝ થઇ હતી, જેમાં બહુ સારા ડાયલોગ્સ સાંભળવા મળ્યા હતા. જેમાં શાહરૂખ ખાનની પઠાણ, ગદર 2, ટાઇગર 3 સહિત આદિપુરુષ સામેલ રહી છે, વર્ષની વિદાય સાથે કેટલાક ડાયલોગ્સ હંમેશા લોકોના મુખે વસવાટ કરી ચુક્યા છે,
vrlive તરફથી તમને પણ આવનારા નવા વર્ષ ૨૦૨૪ ની શુભકામનાઓ
તમે આ પણ વાંચી શકો છો
Aishwarya Rai Bachchan : ઐશ્વર્યા રાયે કેમ બચ્ચનનું ઘર છોડ્યું? જાણો કારણ !!