17 વર્ષના પૃથ્વીરાજ રાઠોડના અંગદાન દ્વારા માનવતાની મહેંક પ્રસરાવી

0
92
17 વર્ષના પૃથ્વીરાજ રાઠોડના અંગદાન દ્વારા માનવતાની મહેંક પ્રસરાવી
17 વર્ષના પૃથ્વીરાજ રાઠોડના અંગદાન દ્વારા માનવતાની મહેંક પ્રસરાવી

માં અંબાની ભક્તિના સૌથી મોટા પર્વ નવરાત્રીની પુર્વ સંધ્યાએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૩૬મું  અંગદાન થયું છે. ખોરજના ૧૭ વર્ષના યુવક પૃથ્વીરાજસિંહ રાઠોડને માર્ગ અકસ્માત દરમિયાન માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચી હતી. મળતી માહિતી પ્રમાણે ગત ૧૦ મી ઓક્ટોબરના રોજ થયેલ અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત થતાં  પૃથ્વીરાજસિંહને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. ૧૭ વર્ષના આ યુવાનની સઘન સારવાર હાથ ધરવામાં આવી. ચાર દિવસની સઘન સારવારના અંતે તબીબો દ્વારા તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. બ્રેઇનડેડ જાહેર કરવામાં આવતા સિવિલ હોસ્પિટલના અંગદાનની સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલા કાઉન્સેલર્સ દ્વારા પૃથ્વીરાજસિંહના પિતા ધર્મેન્દ્રસિંહ રાઠોડને અંગદાન માટે પ્રેરણા આપવામાં આવી. આ પ્રેરણાથી પ્રેરાઈને તેમણે પોતાના વ્હાલસોયા દીકરાના અંગોનું દાન કરીને અન્યના જીવનમાં મહેક પ્રસરાવી છે અને તેમનો એક નિર્ણય અને અન્યને જીવતદાન મળ્યું છે અને માત્ર 17 વર્ષના કિશોરના પિતાએ સમાજમાં પ્રેરણાદાયી દાખલો પૂરો પડ્યો છે અંગદાન દરમિયાન સમગ્ર પ્રક્રિયાના અંતે બે કિડનીનું દાન મેળવવામાં સફળતા મળી છે. આ અંગે જણાવતા સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ‌.રાકેશ જોષીએ જણાવ્યું હતું કે , સિવિલ હોસ્પિટલમાં ૧૭ વર્ષના યુવકના અંગદાને બે લોકોને નવી જિંદગી આપી છે. તેમણે જણાવ્યું કે  સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં થયેલ ૧૩૭ અંગદાનમાં ૪૩૭ અંગો મળ્યાં છે. જેના થકી ૪૨૦ જરુરિયાતમંદોને નવજીવન મળ્યું છે.

WhatsApp Image 2023 10 15 at 17.47.33

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાન અને તેથી અન્ય વ્યક્તિઓને મળતું જીવન પ્રેરણાદાયી પ્રવુત્તિ ચાલી રહી છે જેના થકી ૧૩૬મુ અંગદાન સિવિલ હોસ્પિટલમાં આ ખાસ વિભાગ દ્વારા થયું તે અમદાવાદ અને મેડીકલ ઇતિહાસમાં નોંધનીય ઘટના છે. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ અસારવા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાને પણ મુલાકાત કરીને આ અંગદાન પ્રવુંત્તિને નિહાળી હતી અને અમદાવાદ સિવિલ હોસ્પીટલની ટીમને બિરદાવી હતી.

આપને જણાવી દઈએ કે આયુષ્માન ભવ કાર્યક્રમ હેઠળ ગુજરાતના મહેમાન બનેલા કેન્દ્રીય પ્રધાને અમદાવાદની સિવિલ હોસ્પીટલના મુલાકાત દરમિયાન અંગદાનના સેવાકીય પ્રવુત્તિ સાથે જોડાયેલા તબીબો, નસિંગ સ્ટાફ અને અન્ય સ્ટાફની મુલકર લઈને આ પ્રવુત્તિ અંગેની જાણકારી મેળવી હારી. અંગદાનને લગતી તમામ પ્રક્રિયાની ઊંડાણ પૂર્વક જાણકારી મેળવીને સંપૂર્ણ SOP બાબતે પણ ચર્ચા કરી હતી. અંગદાતાઓની સ્મુતીમાં સિવિલ હોસ્પિટલમાં બનાવવામાં આવેલા અમર કક્ષની મુલાકાત લઈને તમામ અંગદાતાઓને નમન કર્યા હતા.