149th Rath Yatra: આગામી ૧૬ જુલાઈના રોજ ભગવાન જગન્નાથની ૧૪૯મી ભવ્ય રથયાત્રા નીકળવાની છે. આ ધાર્મિક ઉત્સવ શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે અમદાવાદ શહેર પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

149th Rath Yatra: સુરક્ષા માટે ‘કોમી એકતા યાત્રા’ અને ફુટ પેટ્રોલિંગ
શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના નેતૃત્વમાં ક્રાઇમ બ્રાન્ચ, SOG, સાયબર ક્રાઇમ અને મહિલા વિંગ દ્વારા સંયુક્ત ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે.
- એરિયા ડોમિનેશન: સરસપુર મંદિર સુધીના આશરે ૮ કિલોમીટરના સમગ્ર રથયાત્રા રૂટ પર સઘન પેટ્રોલિંગ કરી સુરક્ષાનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે.
- અપીલ: પોલીસે નાગરિકોને કોઈપણ પ્રકારની અફવા કે ભ્રામક માહિતી પર વિશ્વાસ ન રાખવા અને તંત્રને સહકાર આપવા અપીલ કરી છે.
149th Rath Yatra: મનપાની આગોતરી કામગીરી
રથયાત્રાના રૂટ પર ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે મનપાના પદાધિકારીઓ અને મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા રૂટનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું છે.
- જર્જરિત મકાનો: રથયાત્રાના રૂટ પર આવતા ભયજનક મકાનોને અગાઉથી જ નોટિસ આપી દેવામાં આવી છે. જે ભાગ ઉતારવા જેવો હતો તે દૂર કરી, સુરક્ષાના ભાગરૂપે ત્યાં ગ્રીન કવર અથવા પતરા લગાવી દેવામાં આવ્યા છે.
- નિરીક્ષણ: રૂટ પરના મોટા વૃક્ષોનું ટ્રિમિંગ કરવામાં આવ્યું છે જેથી રથને કોઈ અડચણ ન આવે.
- ખાસ તૈનાત: રથયાત્રાના દિવસે પોલીસ બંદોબસ્તની સાથે કોર્પોરેશનની ટીમ પણ સંવેદનશીલ સ્થળોએ હાજર રહેશે જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટના ન ઘટે.
149th Rath Yatra: તંત્રની તૈયારીઓથી સંતોષ
જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ તંત્રની કામગીરી પર સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ વર્ષે રથયાત્રા રૂટ પર તમામ સુવિધાઓ અને સુરક્ષા વ્યવસ્થાઓ સમયસર પૂર્ણ કરી લેવામાં આવી છે, જેનાથી ભક્તોમાં ઉત્સાહનો માહોલ છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
ઓસ્ટ્રેલિયામાં ક્રિકેટનો જાદુ, બિગ બેશ લીગની પ્રથમ મેચ ભારતમાં રમાશે, પીએમ મોદી ન્યુઝીલેન્ડ રવાના




