૧૪૬મી રથયાત્રામાં ભગવાનનું મામેરું

0
299

૧૪૬મી રથયાત્રામાં ભગવાનનું મામેરું શાયોના ગ્રુપ તરફથી. શાયોના ગ્રુપ તરફથી ૧૦ વર્ષ રાહ જોયા પછી કરવા મળ્યું ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાનું મામેરું. તેમની અને તેમના પરિવારની ૧૦ વર્ષથી ઈચ્છા હતી જે આજે પૂર્ણ થઇ છે. રથયાત્રાના મહાઉત્સવમાં આખું અમદાવાદ ઝૂમી ઉઠે છે. પરિવારે ઘણા દિવસો પહેલાથી જ મામેરાની શરૂઆત કરી દીધી હતી જે વિડીયોમાં અને ફોટોસ માં આપ જોઈ શકો છો. વીઆર લાઇવ તરફથી દરેક મહાનુભાવોને રથયાત્રાની શુભકામનાઓ.

૧૪૬ મી રથયાત્રામાં ભગવાનનું મામેરું
૧૪૬ મી રથયાત્રામાં ભગવાનનું મામેરું
૧૪૬મી રથયાત્રામાં ભગવાનનું મામેરું
૧૪૬ મી રથયાત્રામાં ભગવાનનું મામેરું

૧૪૬ મી રથયાત્રામાં ભગવાનનું મામેરું
૧૪૬ મી રથયાત્રામાં ભગવાનનું મામેરું
૧૪૬ મી રથયાત્રામાં ભગવાનનું મામેરું
૧૪૬ મી રથયાત્રામાં ભગવાનનું મામેરું

મેઘાણીનગરમાં ઉત્સવનો માહોલ બન્યો

આ વખતે અમદાવાદમાં ભગવાન જગન્નાથની ૧૪૬મી રથયાત્રા નીકળશે. રથયાત્રા દરમિયાન ભગવાનના મોસાળ માટે ભાવિકો વર્ષોથી રાહ જોતા હોય છે ત્યારે આ વર્ષની રથયાત્રામાં મામેરું કરવાનું ડ્રોમાં ઘનશ્યામ પટેલનું નામ ખુલ્યું હતું. ઘનશ્યામ પટેલ મૂળ મેઘાણીનગરના છે જે હાલમાં થલતેજ ખાતે રહે છે. ઘનશ્યામભાઈ તથા તેમનો પરિવાર છેલ્લા 10 વર્ષથી મામેરાના યજમાનની રાહ જોતા હતા. ત્યારે હવે આ વખતે તેમનો વારો આવ્યો છે. તો મામેરાની યજમાની મળતા જ ઘનશ્યામ પટેલના પરિવારમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘનશ્યામ પટેલ અને તેમના પરિવારનું કહેવું છે કે, તેઓ અત્યારથી જ મામેરાની તૈયારીમાં લાગી જશે, કારણ કે, 10 વર્ષથી જે તેમની ઇચ્છા હતી તે હવે આ વર્ષે પૂર્ણ થવા જઈ રહી છે અને રથયાત્રાના મહાઉત્સવમાં તેઓ હોશથી ભગવાન જગ્ન્નાથ, ભાઈ બલભદ્ર તેમજ બહેન સુભદ્રાનું મામેરૂ કરશે.

૧૪૬મી રથયાત્રામાં ભગવાનનું મામેરું

અમદાવાદમાં અષાઢી બીજના દિવસે રથયાત્રાનું આયોજન થાય છે.

અમદાવાદમાં ૧૪૫ વર્ષથી રથયાત્રા યોજાય છે. જમાલપુરમાં આવેલા ૪૦૦ વર્ષ જુના જગન્નાથ મંદિરમાંથી સવારે રથયાત્રાનો પ્રારંભ થાય છે. ૧૪કિ.મી.નું અંતર કાપી સાંજે ફરીને મંદિરે આવે છે. રથયાત્રા સવારે ૭-૦૦ વાગ્યેની આસપાસ શરુ થાય છે એ પહેલાં પરંપરાગત રીતે ગુજરાતના મુખ્યમંત્રી મંગલા આરતીમાં હાજર રહે છે અને રથયાત્રા માર્ગની સફાઈના પ્રતિકરૂપ “પહિન્દ વિધિ” કરે છે. રથયાત્રા બપોરે સરસપુર ખાતે રોકાય છે. જ્યાં સ્થાનિક નિવાસીઓ દ્વારા ભગવાન જગન્નાથ અને યાત્રિકો, શ્રદ્ધાળુઓને મહા-ભોજ પ્રસાદીરૂપે ભોજન કરાવાય છે. સાંજે ૮-૩૦ આસપાસ રથયાત્રા ફરીને જગન્નાથ મંદિરે પરત ફરે છે.

અમદાવાદની રથયાત્રા પુરીની રથયાત્રા પછીની દ્વિતિય ક્રમની સૌથી મોટી અને સૌથી જૂની રથયાત્રા છે.

૧૪૬મી રથયાત્રામાં ભગવાનનું મામેરું