63મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે ગુજરાત
1લી મે ગુજરાત સ્થાપના દિવસે મુખ્યમંત્રીએપ્રજાજોગ સંદેશ આપતા કહ્યું કે
અમૃત કાળના પ્રથમ ગુજરાત સ્થાપના દિવસ છે , તેમને જણાવ્યું કે વડાપ્રધાનના નેતૃત્વમાં વિકાસના રોલમોડેલ રાજ્ય તરીકે વિકાસ કેવો હોય, વિકાસની રાજનીતિ શું હોય એ દેશ અને દુનિયાને ગુજરાતે બતાવ્યું અને જનતા જનાર્દને અમારામાં મુકેલો ભરોસો-વિશ્વાસ એળે નહીં જવા દઈએ.
PMનરેન્દ્ર મોદીએ કંડારેલા વિકાસના રાજમાર્ગને વધુ ઉન્નત બનાવવા કોઈ કચાશ નહીં રાખીએ. આ સરકારે પ્રથમ 100 દિવસના શાસન સમયકાળમાં જ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ અન્વયે 80,000 કરોડના MOU કર્યા છે. આત્મ નિર્ભર ભારત ના વડાપ્રધાન ના નિર્ધાર માં આત્મ નિર્ભર ગુજરાત માટે વિકાસના દરેક ક્ષેત્રમાં અવ્વલ રહેવાનો ગુજરાત ગૌરવ દિવસ નો આપણા સૌનો સંકલ્પ હોય.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 1લી મે, ગુજરાત સ્થાપના દિવસે ગુજરાત સહિત વિશ્વભરના ગુજરાતીઓને સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી છે.શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે, 1લી મે આપણા ગુજરાતનો ગૌરવવંતો સ્થાપના દિવસ છે. આપણા વડાપ્રધાનના નેતૃત્વમાં આપણે અમૃતકાળની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે અમૃતકાળનો આ પહેલો ગુજરાત ગૌરવ દિવસ વિશેષ મહત્વ ધરાવતો ગૌરવ દિવસ છે.
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે,૧ મે ૧૯૬૦ના દિવસે ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું અને ગુજરાતીઓએ પોતાના ખમીર અને ઝમીર ઝળકાવીને ‘ડગલું ભર્યું કે ના હટવું’ની કવિ નર્મદની પંક્તિઓ ચરિતાર્થ કરી વિકાસ માર્ગે મક્કમતાથી ડગ માંડયા છે.ધરતીકંપનો માર હોય, પૂરનો પ્રકોપ હોય કે કોરોના મહામારી હોય ગુજરાતી બાંધવોએ દરેક આફતનો મક્કમતાથી મૂકાબલો કર્યો છે.એમાંય પાછલા બે દાયકામાં તો આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇની પ્રેરણા અને માર્ગદર્શનમાં આપણે વિકાસની નવી પરિભાષા આપી છે એમ તેમણે ઉમેર્યું હતું.
વિકાસ કેવો હોય, વિકાસની રાજનીતિ શું હોય એ ગુજરાતે વડાપ્રધાનના નેતૃત્વમાં વિકાસના રોલમોડેલ રાજ્ય તરીકે દેશ અને દુનિયાને બતાવ્યું હોવાનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતના વિકાસની આ યાત્રા સતત અવિરત આગળ ધપાવવા આદરણીય PMનરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અપાર વિશ્વાસ અને ભરોસો મૂકીને જનતા જનાર્દને પ્રચંડ જનાદેશ આપ્યો છે.
એ બદલ અમે આપ સૌના આ પ્રેમનો નતમસ્તકે ઋણ સ્વીકાર કરીએ છીએ. ગુજરાત ગૌરવ દિવસે આપણે સૌ આત્મનિર્ભર ભારત માટે આત્મનિર્ભર ગુજરાતનો અને ગુજરાતના વિકાસ માટે સમર્પિત થવા સાથે મળીને સંકલ્પબદ્ધ થઈએ. વધુ સમાચાર માટે જોતા રહો VR LIVE સતત સમાચારની અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ