અંધશ્રદ્ધામાં હોમાયુ નાનું બાળક, કેન્સર પીડિત દીકરાને સગી માંએ ગંગામાં ડુબાડી રાખ્યો

0
153
હરિદ્વાર
હરિદ્વાર

હરિદ્વારથી એક ચોંકાવનારો અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. એક પરિવાર 5 વર્ષના બાળક સાથે હર કી પૌડી પહોંચ્યો હતો  જ્યાં બાળકનું મોત થયું. આરોપ છે કે તેની સાથે રહેલી માં એ બાળકને ગંગામાં ડુબાડીને મારી નાખ્યો હતો.  બાળક બ્લડ કેન્સરથી પીડિત હતો. કોઈના કહેવા પ્રમાણે બાળકને ગંગામાં સ્નાન કરાવાથી તેની બીમારી દુર થશે. જેથી તેની માતાએ 5 મિનીટ સુધી બાળકને ગંગામાં ડુબાડી રાખ્યો હતો.

હરિદ્વાર

હરિદ્વાર કોતવાલી વિસ્તારમાં  એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. દિલ્હીનો એક પરિવાર 5 વર્ષના બાળકને લઈને હર કી પૌડી પહોંચ્યો હતો, જ્યાં બાળકનું મોત થયું હતું. ત્યાં હાજર લોકોનો આરોપ છે કે મહિલાએ બાળકને ડુબાડીને મારી નાખ્યો છે. મહિલા બાળકની માતા છે.   ઘટનાની જાણ થતા  પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બાળકને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો.

હરિદ્વાર

જે ટેક્સીમાં હરીદ્વાર પહોંચ્યા તે ડ્રાઈવરે શું કહ્યું ? 

ડ્રાઈવર કુલદીપ કુમારે જણાવ્યું કે તેઓ સવારે નવ વાગ્યે દિલ્હીથી પોતાની ટેક્સીમાં પરિવાર સાથે હરિદ્વાર પહોંચ્યા હતા. ડ્રાઈવરનું કહેવું છે કે જ્યારે તેઓ બાળક સાથે કારમાં બેઠા ત્યારે બાળક બીમાર જણાતો હતો. તેને ધાબળામાં વીંટાળવામાં આવ્યો હતો. હરિદ્વારથી તેની તબિયત બગડતી જણાતી હતી.   પરિવારના સભ્યો ટેક્સીમાં બાળકની તબિયત બગડવાની અને ગંગામાં સ્નાન કરવા અને તબીબી સારવાર માટે જવા વિશે વાત કરી રહ્યા હતા.

બાળક રસ્તામાં વાત કરી રહ્યો હતો. આ પછી તેઓ હર કી પૌડી પહોંચ્યા. ત્યાં બાળકને સ્નાન કરાવવાનું શરૂ કર્યું. પરંતુ  તેની રીત જોઈને ત્યાં હાજર લોકોને કંઈક અજુગતું લાગ્યું.  મહિલાએ બાળકને ગંગા નદીમાં લાંબા સમય સુધી ડૂબાડી રાખ્યો  હતો. આ જોઈ સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો હતો.

હર કી પૌડીમાં હાજર લોકોએ પતિ-પત્નીને ઘેરી લીધા અને તેમના પર બાળકીને ડુબાડીને મારી નાખવાનો આરોપ લગાવ્યો હતો. સ્થાનિક લોકોએ એ પરિવાર સાથે મારપીટ પણ કરી હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ દરમિયાન કોઈએ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ બાળકના મૃતદેહને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગઈ, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

હરિદ્વાર પોલીસ મેડિકલ રિપોર્ટની તપાસ કરશે

એસપી સિટી સ્વતંત્ર કુમાર સિંહે જણાવ્યું કે બાળક બ્લડ કેન્સરથી પીડિત હોવાનું પ્રકાશમાં આવ્યું છે. પરિવારનું કહેવું છે કે ડોક્ટરોએ બાળકની તબિયતને લઈને  જવાબ આપી દીધો હતો. આથી પરિવાર બાળકને અહીં લઈ આવ્યો હતો. તેમનું માનવું હતું કે આમ કરવાથી બાળક સાજો થઈ જશે.

હરિદ્વાર

સમગ્ર ઘટના બાદ મહિલા બાળકનો મૃતદેહ લઈને ઘાટ પર બેસી ગઈ હતી. ક્યારેક તે હસતી હતી તો ક્યારેક તે ત્યાં હાજર લોકોને ધક્કો મારતી હતી. મહિલા એવો પણ દાવો કરી રહી હતી કે બાળક જલ્દી જ જીવિત થઈને ઊભો થઈ જશે. પરંતુ, આવું ન થયું અને બાળકનું મોત નીપજ્યું હતું.

તમે આ પણ વાંચી શકો છો

Master stroke: ગાંધી, પટેલ, આંબેડકર…અને હવે ઠાકુર; એક પછી એક હીરોને છીનવીને વિપક્ષને નિઃશસ્ત્ર કરવાની ભાજપની વ્યૂહ રચના