સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીએ કચ્છ જીલ્લાના એક સરકારી કાર્યક્રમમાં પાકિસ્તાનની જય બોલાવતા ભારે વિવાદ સર્જાયો છે, સરકારી આવાસના લોકાર્પણના કાર્યક્રમમાં સંતે જાહેર મંચ પરથી પાકિસ્તાનની….. સંબોધન કર્યું હતું જેના જવાબમાં હાજર લોકોએ જયનો સુર પુરાવ્યો હતો… શું છે સમગ્ર મામલો વાંચો અમારો આ અહેવાલ…..

સ્વામિનારાયણના સાધુનો ફરી એકવાર વિવાદિત સંબોધનનો મામલો સામે આવ્યો છે. હાલમાં જ PM આવાસ યોજનાના ઈ-લોકાર્પણનો કાર્યક્રમનો કાર્યક્રમ યોજાયો હતો. કચ્છના રાપરમાં ચિત્રોડ રોડ પર આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે પણ આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ગુરુકુળના કે.પી સ્વામીએ દેવી-દેવતાઓના નામ બોલાવી જયઘોષની સાથે પાકિસ્તાની પણ જય બોલાવી દીધી હતી. જેને લઈને સભાના મંડપમાં હાજર લોકોમાં પણ થોડીવાર માટે સોપો પડી ગયો હતો. સ્વામીનો વીડિયો પણ હાલમાં વાઈરલ થયો છે.
સ્વામીનારાયણ સંપ્રદાયના સંતે આવાસ યોજનાના કાર્યક્રમમાં પાકિસ્તાનની જય બોલાવાઈ
રાપરમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના મેદાનમાં PM આવાસ યોજનાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. દરમિયાન કે.પી સ્વામીએ ભારત માતા કી, સનાતન ધર્મ કી, હિન્દુ રાષ્ટ્ર કી, ગાય માતા કી, કૃષ્ણ ભગવાન કી, રામચંદ્ર ભગવાન કી અને પછી પાકિસ્તાન કી… બોલતા લોકોએ પાકિસ્તાનનો જયકારો બોલાવી દીધો હતો. લોકોએ પણ સ્વામીની વાતમાં આવીને જયકારો બોલી નાખ્યો. સ્થાનિક ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને ભાજપના આગેવાનોની હાજરીમાં આ પ્રકારે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા હતા. બાદમાં સ્વામીએ કહ્યું કે, અનાજ ભારતનું ખાવ છો, ભારતની માટી પર રહો છો અને પાકિસ્તાનની જય બોલાવતા શરમ ન આવી તમને? સ્વીમીનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયમાં ફરતો થઈ ગયો છે.
સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીએ વીડિયો આવ્યા બાદ શું કહ્યું?

વાઈરલ વીડિયો પર સ્વામીએ પ્રતિક્રિયા પણ આપી છે અને કહ્યું છે કે, આવાસ લોકાર્પણના કાર્યક્રમમાં રાષ્ટ્રભાવનામાં કેટલા લોકો સચેત છે એવા ભાવ સાથે મેં જય બોલાવી હતી, મારો ભાવાર્થ ખોટો નહોતો. કોઈએ વીડિયો કાપીને મને બદનામ કર્યો છે. સંપૂર્ણ વીડિયોમાં મેં દેશભક્તિની વાત કરી હતી.
दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करेयूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करेपंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने