સચિન પાયલટ એક દિવસના અનશન પર

0
469

ગેહલોત સરકાર સામે ભૂખ હડતાળ

સચિન પાયલટ હવે માત્ર સીએમ અશોક ગેહલોત માટે જ નહીં પરંતુ કોંગ્રેસ પાર્ટી માટે પણ માથાનો દુખાવો બની રહ્યા છે. પાયલટે બીજેપીની વસુંધરા સરકારના કૌભાંડો અને ભ્રષ્ટાચારની તપાસની માંગ સાથે મંગળવારે ગેહલોત સરકાર સામે ભૂખ હડતાળની જાહેરાત કરી છે. રાજસ્થાનના પૂર્વ ડેપ્યુટી CM સચિન પાઈલટ તેમના કાર્યકરો સાથે મંગળવારે સવારથી જયપુરના શહીદ સ્મારકમાં એક દિવસના અનશન પર બેઠા છે. પાઈલટે રવિવારે પ્રેસ-કોન્ફરન્સ કરીને વસુંધરા રાજે જ્યારે સીએમ હતા ત્યારે કૌભાંડો પર પગલાં ન લેવાનો મુદ્દો ઉઠાવીને ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી હતી. પાઈલટના ઉપવાસમાં સમર્થકો મંત્રીઓ અને ધારાસભ્યોને બદલે સામાન્ય સમર્થકો સાથે રહેશે. આ ઉપવાસ સવારે 10થી સાંજના 4 વાગ્યા સુધી ચાલશે. બીજી તરફ રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી સુખજિંદર સિંહ રંધાવાએ પાઈલટના આ પગલાને પાર્ટીવિરોધી ગણાવ્યું છે.