વિશ્વમાં ભારતીય ચલણનું મહત્વ વધી રહ્યું છે. મલેશિયાએ ભારત સાથે રૂપિયામાં વેપાર કરવામાં રસ દાખવ્યો છે. અત્યારસુધીમાં 35 દેશો ભારતીય રૂપિયામાં વેપાર કરી રહી છે. ભારતીય વિદેશ મંત્રાલયે ભારત અને મલેશિયા વચ્ચેના વેપારને લઈને એક મહત્વપૂર્ણ માહિતી આપી છે. આ માહિતી બંને દેશો વચ્ચેના વેપારના ચલણ સાથે સંબંધિત છે. વિદેશ મંત્રાલયનું કહેવું છે કે બંને દેશો વચ્ચે હવે થનાર વ્યાપારમાં અન્ય કરન્સીના બદલે રૂપિયામાં પણ વેપાર થઇ શકશે. રશિયા ઉપરાંત ભારતના પાડોશી દેશો મ્યાનમાર, બાંગ્લાદેશ અને નેપાળ જેવા દેશો ભારતીય રૂપિયા વેપાર કરે છે,,,