ઓડિશા ટ્રેન દુર્ઘટના અંગે વૈશ્વિક નેતાઓ દ્વારા દુઃખ વ્યકત કરવામાં આવ્યું છે.
ઓડિશા દુર્ઘટના પર વૈશ્વિક નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું – સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખ ચાબા કોરોશીએ ટ્વીટ કરીને કહ્યું છે કે , ભારતના ઓડિશામાં ટ્રેન દુર્ઘટનાના સમાચાર સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું છે. મારા વિચારો અને પ્રાર્થના પીડિતો, તેમના પરિવારો અને ઈમરજન્સી સેવાઓ સાથે છે. લોકો અને ભારત સરકારને હૃદયપૂર્વક સંવેદના.
પાકિસ્તાનના પ્રધાનમત્રી શાહબાઝ શરીફે ટ્વીટ કરીને લખ્યું છે કે, ભારતમાં એક ટ્રેન દુર્ઘટનામાં સેંકડો લોકોના જીવ ગુમાવવાથી ખૂબ જ દુઃખ થયું. આ દુર્ઘટનામાં તેમના પ્રિયજનોને ગુમાવનારા શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે હું હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરું છું. ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના.
ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ લખ્યું કે ભારતના ઓડિશામાં ટ્રેન દુર્ઘટનાની તસવીરો અને અહેવાલો મારું હૃદય તોડી નાખે છે. હું એવા લોકો પ્રત્યે મારી ઊંડી સંવેદના મોકલી રહ્યો છું જેમણે પ્રિયજનોને ગુમાવ્યા છે, અને હું ઘાયલોને મારા વિચારોમાં રાખું છું. આ મુશ્કેલ સમયમાં કેનેડાના લોકો ભારતના લોકો સાથે ઉભા છે.
જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાએ ટ્વીટ કરીને ઘટના અંગે દુઃખ વ્યક્ય કરતા કહ્યું છે કે , ઓડિશા રાજ્યમાં ટ્રેન દુર્ઘટનામાં અનેક અમૂલ્ય જીવોના નુકશાન અને ઘાયલ થવાના સમાચારથી મને ખૂબ જ દુઃખ થયું છે. જાપાન સરકાર અને લોકો વતી તેમના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે હું દિલથી સંવેદના વ્યક્ત કરવા માંગુ છું. હું ઘાયલ થયેલા લોકોના ઝડપથી સ્વસ્થ થવાની પણ પ્રાર્થના કરું છું.
વીઆર લાઈવની વેબસાઈટ પર વધુ માહિતી મેળવવા માટે અહી ક્લિક કરો યુટ્યુબ પર માહિતી મેળવવા માટે અહિયાં ક્લિક કરો