HomeDeshલંડનમાં ભારતીય હાઈ કમિશનની સામે તોડફોડની NIA કરશે તપાસ

લંડનમાં ભારતીય હાઈ કમિશનની સામે તોડફોડની NIA કરશે તપાસ

સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી   લંડનમાં ભારતીય હાઈ કમિશનની સામે પ્રદર્શન કેસની તપાસ કરશે. લંડન સ્થિત ભારતીય હાઈકમીશન સામે થયેલ વિરોધ પ્રદર્શન કેસમાં પાકિસ્તાની અને ખાલિસ્તાની સમર્થકો સાથે સંબંધિત ષડયંત્રના ઇનપુટ્સ મળ્યા છે, જેના પછી NIAએ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા નોંધાયેલા કેસને પોતાના હાથે લીધો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે NIAને કેસ નોંધવા લીલી ઝંડી આપી છે. લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તિરંગાનું પણ અપમાન થતું જોવા મળ્યું હતું. આ ઘટના બાદ ગૃહ મંત્રાલયના આદેશ પર દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે 24 માર્ચે ખાલિસ્તાની અને તેના સમર્થકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments